________________
૩૯ – – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
606 પાપભીર પંડિત કે પાપનો સાથી પંડિત ? પાપથી નહિ ડરનારા લાખો પંડિતો તો સત્યાનાશ વાળે. પાપથી નહિ ડરનારા પંડિતોને પેદા કરનારાં કારસ્થાનો અને કારખાનાં બંધ જ થવાં જોઈએ. પાપના પ્રચારનારાઓને પકવનારાં કારખાનાં ઉપર તાગડધીન્ના કરનારાઓને કહી દ્યો કે નામવરો ! તમારા વિના અમે નભાવીશું.
અમને ખબર નહોતી કે, ભણીને તમે જિનમંદિર ઉપર ઘુરકિયાં કરશો! દેવદ્રવ્ય સામે ખોટી નજર કરશો !! મૂર્તિ અને મંદિરને જોવાથી તમારી આંખોમાં બળતરા થશે !! જો એવો સ્વપ્ન પણ ખ્યાલ આવ્યો હોત, તો તમારા પર અમે, આવો ઉપકાર કરત જ નહિ ! દશ ચોપડી ભણીને તરત જ શ્રી જિનેશ્વરદેવના . માર્ગને શુદ્ધ રીતે પ્રકાશિત કરનારા મહાપુરુષોને ગાળો ભાંડશો એવું અમે ધાર્યું , નહોતું. જે શિક્ષણથી દેશ પ્રત્યેની વફાદારી ન ટકે, તે શિક્ષણ બંધ કરો એવી આજે હિન્દુસ્તાનની પણ લડત છે. શિક્ષણની અસરને સમજી શકેલા દેશનેતાઓ આજે એમ જ કહે છે કે, એવું શિક્ષણ બંધ થવું જોઈએ. તેમ સાચા શાસનના પૂજારીઓ પણ એમ જ કહે છે કે ધર્મને બેવફા થાય તેવું શિક્ષણ બંધ થવું જોઈએ. જેને સમાજના પૈસા મફત નથી આવતા. પૈસા પાપથી પેદા થાય છે, એના સદુપયોગ માટે જ દાન છે, એ પૈસાથી પાપશાળા ખોલવાની ન જ હોય.
જૈન સમાજના પૈસાથી જિનમંદિર, ઉપાશ્રય, પૌષધશાળા બંધાય પણ પાપશાળા કેમ જ બંધાય ? કેવળ પેટ માટે જ વિદ્યા ભણવી એ પાપ છે. વિદ્યા પેટ માટે નથી, પેટ તો વિદ્યા સાથે ભરાયેલું જ છે, પણ આજે તો કેવળ પેટ ભરવા માટે જ પ્રાયઃ વિદ્યા લેનારા છે, અરે, એકલા પેટ માટે વિદ્યા લેનારા હોત તોયે ધૂળ નાંખી, પણ આજે તો એના પ્રતાપે પારકાના પેટને ફોડનારા, આત્મહિતૈષીના ખૂની અને આત્મગુણના દુશ્મનસમાં પાકે ત્યાં શું કરવું ? શું જ્ઞાન આવે ત્યાં પાપ, પુષ્ય, આશ્રવ, સંવર, નિર્જરાનો ખ્યાલ ન હોય ? હોવો જ જોઈએ. પણ એ સાચું જ્ઞાન હોય તો ને ? ઉપકારનું સ્વરૂપ સમજો !
દીકરાને શાસનદીપક કરવા મોટો કરો છો ? પાંચ શેર દૂધ પાઓ, પાવાની મના નથી, પણ ત્યાં ભાવના કઈ ? એ મોટો થાય અને શાસનપ્રભાવક બને એ ભાવના છે કે, જ્યારે મોટો થાય અને ગાદી પર બેસે એ ભાવના છે! અને એ ભાવના પણ છે કે, છોકરો છોકરી પરણે અને એનાં છોકરાં રમાડું !! આ ક્રિયા શું પુણ્યસ્થાન છે ? ફરજ પણ કોનું નામ ? ઉપકારબુદ્ધિએ સહાય કરવી તે ફરજ છે, પણ ચારગણું લેવા માટે સહાય કરવી તે કાંઈ ફરજ છે ?