________________
૧૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 702 મારામારી સંયમના નામે ચડાવાય ? શાંતિના નામે મોહની ક્રિયાને પુષ્ટિ આપવાની ? અજ્ઞાનીઓનો ઉત્પાત જ્ઞાનીના નામે ચડાવવાનો ? - તાર્કિકશિરોમણી આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, દુનિયાના તમામ કુમતોની ઉત્પત્તિ શ્રી જિનેશ્વરદેવની વાણીમાંથી થઈ છે. ભગવાને ભરતક્ષેત્રમાં ધર્મ સ્થાપ્યો ન હતો, ત્યાં સુધી એક પણ કુમત નહોતો. સૂર્ય ન ઊગે તો અંધારાને જાણે કોણ? કુમતની ઉત્પત્તિ શ્રી જિનેશ્વરદેવની વાણીથી થઈ. પણ એમાં શ્રી જિનેશ્વરદેવે શું કરે ? એ ગમે તેવું સારું કહે પણ કુબુદ્ધિના ધણીઓને ઊંધું જ દેખાય તેમાં ઉપાય શો ? એવાને ઊંધું દેખાય અને કુમતો ફેલાવે તેથી ભગવાન વાણીનો પ્રકાશ ન કરે ? શિખામણની પણ વાત ઊંધાને ઊંધી જ લાગે ત્યાં શિખામણ દેનાર શું કરે ?
દીક્ષા લેનાર કહે છે કે, “બાપાજી!હું સંસારની તમામ સુખસામગ્રી અહીં મૂકીને જાઉં છું, મને એમાં હવે કાંઈ રસ નથી. મારે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવું છે, મને રાજીખુશીથી રજા આપો.”તોયે બાપાજી કહે કે, “ના, તને જવા જ ન દઉં' - એનું શું થાય ? અહીં કલેશનું કારણ સંયમ છે કે મોહ છે? બેય વસ્તુના સ્વરૂપને બરાબર સમજો તો આવા પ્રશ્ન ન ઊઠે. દુઃખે પેટ ન ફૂટે માથું, ત્યાં વૈદ્ય શું કરે? કુલેશની ધમાધમ દેખાય છે. પણ તે કોના કારણે છે, એ વિચારો. જો એ સંયમના કારણે છે તેમ સાબિત કરો તો વિચારણા કરવા તૈયાર છું.
ધર્મને દુનિયાના કજિયાના કારણ તરીકે મનાય કેમ ? રાગ એ કજિયાનું કારણ છે. પણ ત્યાગ એ કજિયાનું કારણ નથી. ત્યાગને કજિયાનું કારણ કહેનારાં અજ્ઞાની છે. જે કજિયો કહે છે તેનામાં ત્યાગ નથી. કુટુંબીઓ રોવા બેસે તેની સાથે ત્યાગી પણ રોવા બેસી જાય તો કહેવું પડે કે તેનામાં ત્યાગ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ જ્યારે ત્યાગી થઈને ચાલ્યા ત્યારે નંદીવર્ધનની છાતી ભરાઈ ગઈ, રુદન ચાલુ થયું, પણ ભગવાન ઊભા ન રહ્યા કેમ ? એ જાણતા જ હતા કે ભાઈ તો રડવાના જ. કારણ કે એ મોહને આધીન છે. મોહના બંધનથી બંધાયેલા છે. મોહાધીનોનો એ સ્વભાવ છે. નંદીવર્ધન રાગના બંધનથી બદ્ધ હતા, પ્રભુ પરમ વિરાગી હતા. બંનેયની આંતરદશા જુદી હતી.
શ્રી નંદીવર્ધને પણ એ વાત કબૂલી કે – निराग चित्त ભાઈ ! હું રાગી અને તું વિરાગી' એમણે એમ ન કહ્યું કે, તું મને રડાવીને