________________
90s – ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા! - 63 – – ૩૩૩ ચાલે ? અહીં જ બધો થાક જણાય ? ભાવ નથી, ઉત્સાહ નથી, એમ અહીં જ કહેવાનું ? મોજશોખ અને વ્યસનોના ખર્ચામાં હાથ છૂટો અને અહીં બંધાયેલો એ અશક્ત કે આસક્તિ ?
જો તમે અશક્તિના કારણે જ ન કરતા હોત તો તમારા પ્રત્યે લાગણી થાત. એમ થાત કે ભાવનાથી તો રંગાયેલા છે પણ બિચારા અશક્ત છે. ફલાણો ન કરે તો હું કેમ કરું ? એવું ધર્મ ન જુએ. એ ન કરે તો નુકસાન એને, પણ તું કર ને ? ચક્રવર્તી નરકે જાય તેથી એના આજ્ઞાંકિત રાજાઓ મુક્તિએ ન જાય ? માલિક ધર્મસાધના ન કરે માટે નોકર પણ ધર્મસાધના ન કરે ? જે ધર્મ કરે એનું કલ્યાણ થાય, ને કરે એનું ન થાય. પણ આજે તો બધા એકબીજા સામું જુએ અને ધર્મ કરવાનું ટાળે, તો કલ્યાણ ક્યાંથી થાય ? કાયાની શક્તિવાળા કહે કે પૈસાવાળા પૈસા નથી ખરચતા તો હું શું કરું ? મારી પાસે ક્યાં પૈસા છે ? ત્યારે એને કહેવાનું મન થાય કે ભલા ભાઈ તારી પાસે પૈસા નથી તો તને કોણ ખર્ચવાનું કહે છે ? પણ તારી કાયાની શક્તિનો તો ઉપયોગ કર ! એમાં શું કામ બીજા સામું જુએ છે ? “બીજા ન કરે તો હું કેમ કરું ?” આ ભાવના જ્યાં સુધી હૈયામાં હશે ત્યાં સુધી ધર્મ પરિણામ નહિ પામે.
અશક્તિની વાત કરવી ખોટી છે. પોતાનો પાપનો ઉદય છે એમ જાહેર કરો. અહીં કહેલી વાતને ટાળવા મોં બગાડે અને બહાર જઈ હસે ! એ કેવા કહેવાય ? ભાવનાનો લેશ ન હોય ને અશક્તિ છે એમ કહેવું એ કેમ નભે ?
શક્તિ ઓં પણ શક્તિના પ્રમાણમાં અમલ થાય તો કામ થાય. અમલ ક્યારે થાય ? બહિરાત્મા મટી અંતરાત્મા બનાય ત્યારે. બહિરાત્માથી અમલ નહિ થાય. આજે ધર્મ પણ મોટે ભાગે બાહ્ય દૃષ્ટિએ થાય છે. એવો ધર્મ કરે કે જે જોઈને હજારો ધર્મ પામે, એનો ઇનકાર નથી. પણ કોઈ જુએ નહિ ત્યારે ખાનગી ધર્મ કરવાનું મન જ ન થાય એ શું ? જે સમયે જે સ્થાને જે જે, જેટલું જેટલું, જેણે જેણે કરવું ઘટે તે સ્થાને તે તે, તેણે તેણે, તેટલું તેટલું કરવું જ જોઈએ. એને આહ્વાન કરી બોલાવવા જવા ન પડે.
તમે શ્રી જિનેશ્વરદેવના સેવક ખરા કે નહિ ? ધર્મના સેવક ખરા કે નહિ ? સેવક કોને કહેવાય ? સ્તવનમાં તો લલકારો છો કે
દાસનો દાસ છું તાહરો.” પણ દાસપણું આવ્યું છે ? દેખાય છે ? દાસ, સ્વામી સામે શી રીતે ઊભો રહે ? એનું મસ્તક નમેલું હોય, એનું શરીર વળેલું હોય. એની આંખો આજ્ઞાને અવલોકતી હોય. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ત્રણ વાત કરી.