________________
૩૩૨
-
02
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ અટક્યાં દેખાતાં હોય તો તે અશક્તિના કારણે નહીં પણ આસક્તિના કારણે અટક્યાં છે એવું મોટે ભાગે જણાયા વગર રહેતું નથી.
અપ્રમત્ત બનવું, મહામુનિ બનવું, ધર્મધ્યાન-શુક્લધ્યાન પામી કેવળજ્ઞાન મેળવવું એ ન બનવામાં અશક્તિ એ કારણ જરૂર છે. આ કાળમાં એ ન બને પણ નાની નાની ક્રિયાઓ ન બનવામાં તો અશક્તિ નહિ પણ આસક્તિ એ જ કારણભૂત છે-આટલો વિશ્વાસ ધર્મી માત્રના હૈયામાં થાય તો કામ થાય. આ નિશ્ચયથી આત્મા સંવેગ પામે, સંવેગ પામે એટલે આખો સંસાર તાદશ દેખાય, પછી દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ તો જીવનમાં ઓતપ્રોત થઈ જાય. એને દાનનો ઉપદેશ આપવો ન પડે, શીલ એને સમજાવવા મહેનત ન કરવી પડે અને કદી ઉપવાસ ન કરે તો પણ સામાન્ય પચ્ચખાણ તો એ કરે જ. ચોવીસે કલાક ભાવનાની પરિણતિ એની ચાલુ હોય. - હવે વિચારો કે શું ચારેય પ્રકારનો ધર્મ અશક્ય છે? પરિપૂર્ણ બ્રહ્મચારી ના બની શકે તોયે અનાચારી બનતો તો અટકે ને ? કદી લાખોનાં દાન ન દે તો પણ પોતાનાથી બનતું તો આપે ને ? ભલે લખપતિ લાખોના દાન દે, તેથી ઓછી મૂડીવાળા હજારો કે સેંકડોનાં દાન દે પણ પોતે એટલું નહીં તો પણ પોતાની શક્તિ મુજબ થોડું પણ દાન કરે ને ? કમાણીમાંથી રૂપિયે બે-પાંચ પૈસા પણ અલગ કાઢે તો ફંડ કરવા જવું ન પડે. પણ એ અલગ કાઢેલા બાજુ પર જ મૂકવા પડે. એના ઉપર પોતાની સત્તા નહિ. એનું વ્યાજ ન જ ખવાય. એનો તરત જ વ્યય કરવો ઘટે. આ પણ ન થાય એનું કારણ આસક્તિ છે. લાખની મિલકતવાળાને જો ચાર આસામી તૂટે તો આંખો મીંચીને બેસી રહેવું પડે. કસમયે પચાસના પગારદારને ચાલીસ કરે તો કબૂલી લેવું પડે. કરે શું ? ખિસ્સે કપાઈને ચાલ્યા જાય તો રોઈને રહે. તો પછી હોય તે વખતે પોતાના હાથે દાન કરવું શું ખોટું ?
ભર્તુહરીએ કહ્યું છે કે-“વસ્તુનો વિયોગ થવાનો નક્કી છે તો ત્યાગ કેમ ન કરવો ? લાખના ત્યાગથી ખૂબ દુ:ખ થાય છે. ખેદની વાત છે કે આટલું સ્પષ્ટ દેખાય છે છતાં લોકો ત્યાગી કેમ થતા નથી ?'
આજે ધર્મ નહિ કરનારા અશક્તિના કારણે નથી કરતા એમ હું નથી માનતો. હું તો માનું છું કે આસક્તિના કારણે જ ધર્મ ખતમ થઈ રહ્યો છે. જો તમે બચાવમાં અશક્તિ કહેશો તો મારે તમને મૃષાવાદી કહેવા પડે. અશક્તિ કેવી છે તે અમે જોઈ શકીએ છીએ. બજારમાં દોડાદોડ કરનારા, આઠ કલાક ખરે તડકે ઊભા રહેનારા, પ્રતિક્રમણ બેઠા બેઠા કરે અને બચાવ આગળ ધરે એ