________________
છા
– ૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63 - ૩૩૧ સંસારનું સુખ પણ દુઃખરૂપ ભાસે છે. સંસારના સુખને દુ:ખ મનાય એ વર્તમાનને લઈને કે ભવિષ્યના વિચારે ? જો મહાપુરુષોનાં દૃષ્ટાંતો લઈએ તો એમનો વર્તમાન તો અનુકૂળ જ હતો. વાસુદેવ-પ્રતિવાસુદેવ મરીને નરકે ગયા પણ જિંદગી સુધી અનુકૂળતા એમની ઇચ્છા મુજબની હતી, પાંચ ઇંદ્રિયોના વિષયો એમની પાસે નાચતા હતા. એમને એ લેવા જવા ન પડે. એમને તુષ્ટમાન કરવા દેવતા આવે એમનો વર્તમાન કેવો ? છ ખંડના માલિક ચક્રવર્તીનો વર્તમાન એથી પણ વધે છતાં એમનેય છોડવાનું મન થાય એ ભવિષ્યને લઈને; નહિ કે વર્તમાનના વિચારે.
આ આત્માઓ ‘મરીને ક્યાં જઈશું” આ વિચારના યોગે સંવેગ પામે છે. માત્ર વર્તમાન જોનારને સંવેગ ન આવે. અશક્તિ કે આસક્તિ? * .
'અલમસ્ત શરીવાળાને એક વખત ખાવાનું છોડવું પડે તોયે ગભરામણ થાય. અને સુકલકડી શરીરવાળો અટ્ટમ પર અટ્ટમ કર્યે જાય, એનું કારણ અલમસ્ત શરીરવાળામાં અશક્તિ નથી પણ આસક્તિ છે. તેનું આચરણ આસક્તિ ઉપર છે. અશક્તિ ઉપર હોત તો હજુયે કલ્યાણ થાત. પ્રભુએ શ્રાવક માટે ફરમાવેલાં અનુષ્ઠાનો થઈ શકે તેમ નથી એવું કયો શ્રાવક કહે ? પંદર દિવસે એક ઉપવાસ ન થાય ? રોગ આદિના કારણે ન થાય, પણ એવા થોડા. * આજે ધર્મપ્રવૃત્તિના અભાવમાં આસક્તિ એ મુખ્ય કારણ છે. અહીં આસક્તિને બદલે “અંશક્તિ' શબ્દનો પ્રયોગ કરી બચાવ કરો તે ન ચાલે, અશક્તિવાળા ધર્મના રસિયાની વાતચીત અને રીતભાત જુદી હોય. મારી દૃષ્ટિએ તો આજનો મોટો ભાગ આસક્તિવાળાઓનો જણાય છે. ખીસાખર્ચી માટે રૂપિયો સહેજે ખર્ચી નાખનારા આજે ઘણા છે, નોકરિયાતો પણ ચા પાનના સાંજ પડ્યે ચાર-આઠ આના ખર્ચી નાખે છે પણ અહીં ધર્મના કામમાં જરૂર પડે તો “ના” કહી દે એ અશક્તિ કે આસક્તિ ? શક્તિનો ઉપયોગ બધા કરે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ જાય. આમાં કાળનું બહાનું ન કાઢો. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ તો ફરમાવે છે કે મારે તો આ પાંચમો આરો ચોથા આરા કરતાં પણ સારો છે કે જ્યાં ભગવાનનું શાસન મને મળ્યું છે-જેને ધર્મ નથી મળ્યો એવા જીવો માટે ભલે આ કાળ સારો ન હોય પણ ધર્મ પામેલા જીવન માટે તો આ કાળ ખરાબ નથી. શક્તિને જરા ગોપવવી નહિ એ ભાવના આવે અને શક્તિથી અર્ધ પણ દાન કરાય તો દાન ક્યાં ક્યાં કરવું એ માટે સ્થાનો શોધવા નીકળવું પડે. વર્તમાનમાં ધર્મનાં કાર્યો