________________
900
૩૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમ્યગ્દષ્ટિ આત્મા સંસારના સુખને પણ દુ:ખ માને છે તેથી જગતના જીવો કરતાં એની દૃષ્ટિ જુદી જ હોય અને એના કારણે એની અભિલાષા પણ જુદી જ હોય. માટે જ કહ્યું કે જેને તત્ત્વશ્રદ્ધા થઈ તે સંસાર-સાગ૨માં ૨મે નહિ, કારણ કે એ આત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે છે અને તેથી તેમના હૈયામાં સંવેગભાવ પેદા થાય છે.
સુખમાં વૈરાગ્ય :
દુઃખને દુ:ખ તો આખું જગત માને છે. દુઃખ દૂર કરવા તો સૌ મરી રહ્યા છે. એ દુઃખને દૂર કરવા એવા એવા ઉપાયો યોજાય છે કે ઊલટું દુઃખ વધતું જાય છે; પણ એ દુ:ખનું નિદાન કોઈ વિચારતું નથી.
દર્દીને વાયુનો કોપ છે કે પિત્તનો પ્રકોપ છે એ જાણ્યા વિના. દવા આપનાર વૈદ્ય તો દર્દીને રિબાવે છે. એવી દશા આજે આપણી છે. તમારી માન્યતા આજે શી છે ? ભૂખ લાગે કે ખાવું, દરિદ્રતા ટાળવા પૈસા મેળવવા, પૈસા મેળવવા માટે અનીતિ, જૂઠ, પ્રપંચ આદિનો પણ આશરો લેવો; આમ જ છે ને ? એ રીતે પૈસા કદાચ મળી જાય પણ કરેલી અનીતિનું પરિણામ વિચાર્યું ? સંસારની પરંપરા આમ જ વધે છે. ગાંડાઓનું ટોળું મોટું હોય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનની તમામ વાતો નિદાન ૫૨ છે. સંસારના દુ:ખના નાશ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ચીજ શ્રી જિનેશ્વરદેવે જોઈ છે અને ફરમાવી છે. એ સમજાય તો સંવેગ આવે, રાજા, મહારાજા, શ્રીમંત કે દરિદ્રી ગમે તે હોય પણ હૈયામાં સંવેગ પ્રગટે એટલે એ બાહ્ય વસ્તુમાં સુખ ન માને.
સભા વૈરાગ્ય, સુખથી ઘણાને થાય કે દુઃખથી ?' -દુઃખથી ઘણાને થાય, સુખથી બહુ થોડાને થાય છે. સભા દૃષ્ટાંત તો સુખીનાં ઘણાં આવે છે.’
-દૃષ્ટાંત એમનાં જ લેવાય. ઉપદેશક કહી શકે કે આવાઓએ પણ તજ્યું તો તમે કેમ રહ્યા છો ? એક સુખી જીવ સંસારમાંથી નીકળે એની પાછળ બીજા હજારો નીકળે. એમાં ઘણા દુ:ખી અને સામાન્ય પણ હોય; પરંતુ એ બધાનાં
નામ ન લખાય.
જ્યાં રાજા વૈરાગ્ય પામે ત્યાં શંક કેમ ન પામે ? પરમ સુખી આત્માઓ જો સંસારમાં દુઃખ જોઈ શકે તો દુ:ખે રિબાતા કેમ ન જોઈ શકે ? દુઃખમાં દુઃખ માનવું સહેલું છે. સુખમાં દુ:ખ માનનાર બહુ થોડા. સમ્યક્ત્વ આવ્યા પછી