________________
૩૩૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
- 204 કઈ ? “૧. જેને તત્ત્વશ્રદ્ધા થઈ તે આત્મા સંસારમાં રમે નહિ. ૨. કેમ ન રમે ? આંખનો રોગ જવાથી નીરોગી આંખવાળો થયેલો આદમી જેમ વસ્તુ છે તેવી જુએ તેમ મિથ્યાત્વરોગનો નાશ થવાથી સંસારનું સ્વરૂપ જેવું છે તેવું એ આત્મા જોઈ શકે છે. ૩. એથી અંતરાત્મા બનેલો તે આત્મા પ્રશાંત બને છે, સંવેગમય બને છે.
આગળ કહે છે કે-જેના હૈયામાં સંવેગ હોય એવો એ આત્મા સંસારનું સ્વરૂપ જેવું હોય તેવું ચિંતવે છે. અહીં આપણે સંવેગ માટે થોડું વિવરણ કરવાનું છે.
અહીં મોટો પ્રશ્ન છે કે-દુઃખને હજી દુઃખ નથી મનાતું ત્યાં સુખને તો દુ:ખ માનવાની વાત જ શી ? સુખ જોઈએ એ લૌકિક ભાવના છે. આ શાસનની ભાવના જુદી છે. જૈનશાસનને પામેલો આત્મા સંસારસુખનો રસિયો ન હોય. સુખનો રસિયો એ જરૂર હોય પણ તે સુખ બીજું, ખાવાપીવા આદિનું નહિ. એને તો એ દુ:ખ માને છે. અલંકારોને એ ભાર માને છે. ભોગોને એ રોગ માને છે. આ સ્થિતિ ન આવે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના શાસનનું પાલન થાય ? હજી દુઃખને દુ:ખ નથી મનાતું ત્યાં સુખને દુ:ખ કેમ મનાય ? એ મોટો પ્રશ્ન છે. આજે દશા બહુ જુદી છે હજી તો વ્યસનો પણ છૂટતાં નથી. નાની નાની ક્રિયાઓમાં “બનતું નથી, બનતું નથી એવા પોકારો ચાલુ છે. પણ એ પોકારોથી તો તમે તમારી જાતને ઠગો છો. મારી ભલામણ છે કે “જાતને ન ઠગો.” બનાવવાની મહેનત વિના “નથી બનતું' કેમ કહેવાય ? વગર મહેનતે એમ કહેવું એ તો આત્મઘાત કરવા જેવું છે. એવો આત્મઘાત ન કરો. બીજાને ઠગનાર પોતાને ઠગી રહ્યો છે:
એક માણસ બીજાને મારી આવીને કહે કે “મારી આવ્યો”. શાસ્ત્ર કહે છે કે તું જ મરી આવ્યો !” પેલો કહે કે “બે ધોલ મારી આવ્યો'. જ્ઞાની કહે છે કે-“તું જ ટિપાયો !” દુનિયાના ઠગને જ્ઞાની ઠગાતા માને છે. પેલા કહે છે કે-“જગતને ઠગીએ છીએ.” જ્ઞાની કહે છે કે-સ્વયં ઠગાય છે. અધર્મ કરનાર-પાપ કરનાર પોતાના આત્માને જ વંચે છે-ઠગે છે. દેવ તથા ગુરુને ઠગનારા, ઠગવામાં
'स पश्यत्यस्य यद्रूपं, भावतो बुद्धिचक्षुषा । सम्यक्शास्त्रानुसारेण, रूपंनष्टाक्षिरोगवत् ।।९।। तदृष्टवा चिन्तयत्येवं, प्रशान्तेनान्तरात्मना । भावगर्भ यथाभावं, परं सम्यक्तत्वमाश्रितः ।।१०।।
- શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક-૯ મો.