________________
905
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા !
૩૩૫
બહાદુરી માનનારા આજે ઘણા પડ્યા છે. એ કહે છે કે-‘સાધુ પાસે ગયો હતો પણ હું કાંઈ ફસાઉં ? એમણે તો ઘણુંયે ઉલટાવી ઉલટાવીને કહ્યું પણ આપણે કાંઈ અડવા જ ન દીધું. પછી લેવાની વાત ક્યાં ?’ ભલા ! તેં ન લીધું તો એમાં સાધુનું શું ગયું ! તું સારું ન પામી શક્યો એમાં સાધુને શું નુકસાન થયું ? એ પાછો બહાર જઈને કહે કે ‘સાધુને હસીને ઠગ્યા છે. સીધો ના પાડું તો માને નહિ. વાત છોડે નહિ અને એમને ખોટું લાગે. આ તો ના પાડવી નહિ, ખોટું લાગવા દેવું નહિ અને હસીને વાતને ટાળી દેવી. આ રીતે મહારાજને સમજાવીને ઠગી આવ્યો.' એને ખબર નથી કે સાધુ તારા કરતાં વધારે સમજે છે-એ જાણે કે ‘આ માનવાનો નથી તો સાવ હાથથી જાય એના કરતાં થોડો ભલે રહ્યો' માટે કાંઈ ન કહે. એટલે પેલો માને કે ‘સાધુ ઠગાયા.’ આ દશા છેઅરે ! માનો કે ભોળા સાધુ એની હોશિયારીથી ઠગાયા પણ એથી એને શો લાભ ? આજે તો મોટો ભાગ આવો છે.
- 63
ઘણા કહે છે કે-દેરાસર ઉપાશ્રયે જઈએ, સેવા-પૂજા-સામાયિક કરીએ, વ્યાખ્યાન-વાણી સાંભળીએ પછી બીજું કાંઈ કરીએ નહિ. મનમાં સમજીએ કે મહારાજ તો એમની જ વાત કરે. દાન દેવાનું કહે પણ પૈસા કેમ કમાવાય છે એની એમને શી ખબર ?
સભા એ આત્મા કઈ કોટિના કહેવાય ?'
-એ આત્મા બહુ હીન કોટિના ગણાય. દેવ-ગુરુને પણ ઠંગે, સર્વજ્ઞને પણ ઠગે એવા એ છે. ભગવાન પાસે પણ બોલે કાંઈ અને મનમાં હોય કાંઈ. પ્રભુ પાસે પણ એમનું પાખંડ ચલાવે પણ સર્વજ્ઞ એ બધું ન જાણે ? ગ્રાહકના મનની વાત વેપા૨ી જાણી જાય એ તમે નથી જાણતા ? વેપા૨ી મનમાં કહે કે-બચ્ચા ગમે તેટલી વાતો કર પણ ફસાય એ બીજા. મૂછમાં હસીને વાતો ભલે કરે, એ માણસ જરા કામનો લાગે તો એને કાંઈ કહે નહિ, પણ મનમાં ન સમજે ? વેપારીની પેઢી તો એક ગામમાં હોય જ્યારે સાધુની પેઢી ગામેગામ હોય. શાસ્ત્ર નહિ ભણેલો વેપારી ગ્રાહકને પગ ઉપરથી ઓળખી લે તો શાસ્ત્ર ભણેલા અને બાર મહિને પચીસ-પચાસ અને એથી પણ વધારે ગામનું પાણી પીનારા સાધુ આવાને ન પારખી શકે એવા મૂર્ખ માનો છો ? હું કહું છું કે આટલુંયે ન સમજી શકે અને ઠગાય એ ધર્મ સમજાવવાને લાયક નથી. હા ! એ બને કે સાધુ કદી વાત ગળી જાય, મોઢે ન કહે એ બને પણ સમજે નહિ ? ગ્રાહકને ઓળખી શકનારા તમે સાધુને ઠગી આવ્યાની હોશિયારી કરો છો. પણ સાધુ યોગ્યને કહે અને અયોગ્યને ન પણ કહે માટે સાધુ ઠગાયા એવું માનવાની મૂર્ખાઈ ન કરો.