________________
૪૩૮ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1008 પેદા કરી છે. પૂર્વે ગમે તેવા ભૂખે મરનારા, પણ કોઈ સંઘ કાઢે તેને હાથ જોડતા. પણ એમ નહોતા કહેતા કે આવા ખર્ચા કરો છો તે અમને કેમ નથી આપતા? ગરીબોના હૃદયમાં દુષ્ટ ભાવના પેદા કરનારા એ પેલા પાપાત્માઓ છે. એ પોતે દુષ્ટ ભાવનાઓથી મરી રહ્યા છે. અને બીજાઓને મારી રહ્યા છે. એ લૂંટારાઓથી સાવધ રહેજો !
ભૂખે મરનારા ભૂખે કેમ મરે છે? પૂર્વના અંતરાયથી કે એમ ને એમ ? યાચકને દાતાર દાન ન દે, તો યાચકોને દાતારને ગાળ દેવાનો હક છે ? જો આવો હક આપશો તો કૃપણનું ઘર લૂંટવાનો પણ હક આપવો પડશે. લાખ રૂપિયા બીજે ખર્ચનારો કદાપિ તને પાંચ રૂપિયા ન આપે, તો તને એને ગાળ દેવાનો હક મળી જાય ? જો એમ હોય તો શ્રીમંતો પણ કહેશું કે “તમે ગરીબ થયા છો માટે અમારી મજૂરી કરવા બંધાયેલા છો, માટે કરો તો એમાં ખોટું શું? તમે પેલાની શ્રીમંતાઈના લાભનો હક કરવા જાઓ, તો એ તમારી ગરીબાઈના લાભનો હક માગે એમાં ખોટું શું છે ? શ્રીમાન દે કે ન દે, એ એની ખુશીની વાત છે. માટે યાચકને ગાળો દેવાનો હક નથી.
આજનો તો ન્યાય જ ઊંધો છે. આજે તો કહે છે કે ફલાણો આમાં પૈસા ખર્ચે છે તો બીજામાં કેમ નથી ખર્ચતો ? પણ એ તો એની મરજીની વાત છે. એની મરજી હોય તો સંઘ કાઢે, મરજી હોય તો પૂજા ભણાવે, મરજી હોય તો સો શ્રાવકને જમાડે અને મરજી હોય તો પાંચ શ્રાવકને સહાય કરે. હજી એને એમ સમજાવાય કે “સાતેય ક્ષેત્ર ધર્મનાં છે. આપના જેવા ધર્મી સાતેય ક્ષેત્રની ખબર રાખે જ. એ સાતેય ક્ષેત્ર તારક છે. આપની ભાવના વધે તેમ કરો. બહુ સીદાતા ક્ષેત્ર પ્રત્યે ખાસ ધ્યાન આપવું ઇષ્ટ છે.’ આ રીતે કહેવાય.
બગીચામાં એક ઝાડ સુકાતું હોય ત્યાં નીક કરી એને પાણી સીંચવાનું કહેવાય, પણ “લીલા ઝાડને પાણી કેમ સીંચો છો ?” એમ કહેવાય ? પાણી સીંચનારો પણ કહે કે “અમારી જાણ બહાર પેલું ઝાડ સુકાતું હતું ત્યાં પાણી સીંચવા માટે અમારું ધ્યાન ખેંચ્યું, એ તે બહુ સારું કર્યું, પણ આ લીલા ઝાડને પાણી પાવાની ના કેમ પાડે છે ?” શું એને સૂકવી નાંખવું છે ?' વળી જેના આધારે જે હોય તેને પહેલું જિવાડાય. શરીરના આધારે સંયમ છે માટે શરીર સાચવવું એ ઠીક, પણ શરીર એ રીતે ન સચવાય કે જેમાં સંયમનો જ ઘાત થતો હોય. પરિણામ દુષ્ટ થયાં અને સંયમની પતન થતું હોય તો શું કરવું ? શાસ્ત્રકાર કહે છે કે જીવનનો અંત આણવો પણ સંયમનો ઘાત ન થવા દેવો.