________________
૪૩૯
૨૯ : સાવધ રહેવાની જરૂર - 69
સાત ક્ષેત્રોમાં મુખ્ય કયા ? શ્રી જિનમૂર્તિ, જિનમંદિર અને જિનાગમ. આ ત્રણ વિના પાછળના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર હોય ? માનો કે કોઈ એવો ઠરાવ લાવે કે
1009
‘મૂર્તિ અને મંદિર ઘણાં છે માટે બધા એક ઠેકાણે એકત્ર કરો અને બેકારી વધી છે, પૂજનારા થોડા છે માટે વધારાની મૂર્તિઓને ભંડારી દો.’ આ એમ નક્કી કરીને ભંડારી દીધી, પછી થોડા વખત પછી પાછી વાત ઊભી કરે કે બેકારી ઓર વધી છે, લોકોને પૂજા-દર્શનનો સમય નથી આ પણ હવે ક્યાંક પધરાવી દો.’ એમ ઠરાવ કરીને ક્યાંક પધરાવી દે, પછી વાત લાવે કે જુઓ ! કૉલેજ, સ્કૂલો માટે મકાનોની જરૂર છે. બીજે વગર ભાડે મળતાં નથી, માટે આ ખાલી પડેલાં મંદિરો વાપરવાં. એવો ઠરાવ કરે અને વાપરે.
સભા ‘પછી એવો ઠરાવ લાવે કે દેવદ્રવ્ય તો આપણું જ મૂકેલું છે અને આપણે હવે જરૂર છે માટે વહેંચીને ખાઈ જવું.’
હા ! એ બરાબર છે. પછી બાકી શું રહ્યું ? દેવ તો ગયા. હવે રહ્યાં આગમ. એ તો જૂના જમાનામાં લખાયેલાં. એ કાંઈ સાચાં થોડાં છે ? અને સાચાં હોય તોયે આજે એને સાંભળનાર કોણ છે ? અને સાંભળનાર હોય તો સમજનાર ક્યાં છે .? માટે એ બધાંને હમણાં બાંધીને ઊંચે મૂકી દો, એવો ઠરાવ કરે. વીતરાગની મૂર્તિઓ અને આગમો કાંઈ બોલે તો નહિ ! પછી રહ્યા ચાર. એમાં સાધુ, સાધ્વી તો બોલ્યા વિના રહે નહિ તો એ એમને કેમ લાવે એટલે એ વિચારે છે .કે-આ સાધુ, સાધ્વી ડખલ કર્યા વિના રહેવાનાં નથી. એ એમની નોકા૨શી ને પોશીની બૂમો માર્યા જ કરવાના, માટે એ પણ ન જોઈએ. એ માટે એમનો પાક જ બંધ કરી દેવો જોઈએ. માટે નવો કોઈ ન થાય અને આ છે એટલા પ૨વા૨ી જાય એવી યોજના એમણે શોધી કાઢી.-એ કઈ યોજના ? પહેલું એ કે અઢાર વરસની ઉંમર પહેલાં દીક્ષા લેવાય જ નહિ. પછી પરણેલો લે તો એની સ્ત્રીને કોણ સાચવે ? અને છતે ધણીએ બાઈને રંડાપો ! માટે એને પણ નહિ. પછી બે છોકરાં થયાં તો એ નાનાં બાળકોનું શું ! માટે એને પણ નહિ. પછી ઘરડો થાય તો એ હવે ત્યાં જઈને શું ઉકાળવાનો ? શ્રાવકના મફતના રોટલા ખાવા જ જાય છે ને ? માટે એને પણ નહિ. બોલો ! આ કેવી યોજના ?
સભા : ‘આ બધામાંથી પસાર થઈને કોઈ નીકળે છે તો એનેય ક્યાં રજા આપે છે ?’