________________
૩૯
S૭
- ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે – 67 - ઠંડા કલેજે તેમને ચીરે અને “એમાં વાંધો શું ?” એમ બોલી પોતાને શ્રાવક કહેવડાવે, એ કેવી અને કેટલી ધૃષ્ટતા ? એ લોકો સામાન્ય જનોને આવી વાતો કરી ભરમાવે છે, બાકી હજારોની મેદની સમક્ષ એવી જાહેરાત કરે કેવસ્તુપાળ-તેજપાળે હિંસા કરી છતાં શ્રાવક રહી શક્યા તો અમે આ રીતે દેડકાં ચીરવા છતાં શ્રાવક કેમ ન રહી શકીએ ? અને એ વાત સાબિત કરે, તો એમને ભણેલા માનું; નહિ તો આ બધી વાતો તેમની વાહિયાત છે એમ જ કહેવું પડે, અજ્ઞાન જનોને ભરમાવવાની ચાલબાજી છે. એ સમજે છે કે આવું જાહેરમાં બોલવાથી તો આપણી ઊલટી નાલેશી થવાની. એ પોતાની ખ્યાત વધારે છેઃ - નાકકટ્ટાનો પંથ એવો હોય છે કે એ પોતાની જાત વધારવા જ ઇચ્છે. એ માને કે આપણું ટોળું મોટું હોય તો સારું, જેથી લોકમાં શરમાવું ન પડે. પાંચ ચોર સાથે મળી એક ઘેર ચોરી કરવા ગયા. ઘરની બાઈને ગમે ત્યાંથી ખબર પડી ગયેલી એટલે તેણે પણ એ ચોરોનું સ્વાગત કરવા તૈયારી કરી રાખી. દીવાલમાં એક બાકોરું પણ પાડી રાખ્યું. ચોરોને તો બાકોરું તૈયાર જોઈને મજા આવી ગઈ કે ચાલો આપણી તો મહેનતુ મટી ગઈ-એક ચોરે આગળ જઈ અંદર શું ચાલે છે, કોઈ જાગતું તો નથી ને ? એ જોવા માટે બાકોરામાંથી માથું નાંખ્યું. પેલી બાઈ હાથમાં છરી રાખી તૈયાર ઊભી હતી-ઝટ દઈને પેલાનું નાક કાપી નાંખ્યું. એટલે ચોરે તરત માથું બહાર ખેંચી લઈને નાકે ડૂચો દાબી દીધો. તેણે વિચાર્યું કે હું તો બૂચો થઈ ગયો પણ બીજા મારી જેવા થાય તો સારું. નહિ તો એ બધા ભેગા થઈમારી મશ્કરી કરશે. ચોરોએ એને પૂછયું કે શું થયું ? તો કહે અંદર બહુ વાસ આવે છે. મારાથી સહન થઈ નહિ. પેલા કહે શેની વાસ છે ? તો કહે એ મને ખબર પડતી નથી. તમે જાઓ તો ખબર પડે. એટલે બીજાએ જઈને બાકોરામાં માથું ઘાલ્યુ-એની પણ એ દશા થઈ. એ સમજી ગયો કે પહેલાએ બરાબર બનાવટ કરી. પણ હવે નક્કી કર્યું કે આપણે પણ એમ જ કરવું, નહિ તો આ ત્રણ અમારા બે સામે હસશે. આમ વારાફરતી પાંચ જણનાં નાક કપાયાં ત્યારે સૌને સંતોષ થયો. કારણ કે સંખ્યા વધી. તેમ આ લોકોને પણ પોતાની સંખ્યા વધારવી છે. પોતે બન્યા છે એવા બીજાને બનાવવા માગે છે. પોતાનું ટોળું વધારવા ઇચ્છે છે. એવી વાતો કરનારાઓને ઓળખી લો!
એ લોકોની યુક્તિ પણ કેવી છે ? પ્રસિદ્ધ દેશનેતાના નામે વાત ઉપાડી. લજપતરાય પ્રસિદ્ધ દેશનેતા. છાપાંઓ એના ગુણગાન ગાય. એવા માણસનો