________________
૩૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આવો વિશાળ અને નિષ્પક્ષપાત ધર્મ બીજે હોય તો !
દેડકાં મારવામાં શું વાધો ? આવું ક્યારેય શ્રાવક બોલે ?
એ લોકો તો કહે છે કે-અમે ચાંલ્લા કરીએ પછી શ્રાવક કેમ નહિ ? ચાંલ્લા માત્રથી એમને શ્રાવક મનાવવું છે. વળી કહે છે કે ‘પુરુષને એકથી વધુ સ્ત્રીનો અધિકાર તો સ્ત્રીને એકથી વધુ પુરુષનો અધિકાર કેમ નહિ ?” આવી સોદાબાજી આ શાસનમાં ચાલે ? વળી એવી પણ દલીલ કરવામાં આવે છે કેરાજાઓ યુદ્ધમાં લાખોની તલ કરે. છતાં તેને શ્રાવક માનો, વસ્તુપાલ તેજપાલ યુદ્ધમાં અનેક માનવોનો સંહાર કરે, તેને પણ શ્રાવક માનો, તો અમે થોડાં દેડકાં મારીએ, એટલે શું શ્રાવક મટી ગયા ? મારે તમને કહેવું છે કે ઓ બુદ્ધિનિધાનો ! એ રાજાઓ કે વસ્તુપાલ-તેજપાલ, એ હિંસાને કરવા યોગ્ય માનતા હતા ? અરે, એ પુણ્યવાનો તો યુદ્ધભૂમિમાં એવા કસોટીનાં પ્રસંગે પણ દુશ્મનનો પ્રહાર થયા વિના કદી પહેલો ઘા કરતા નહિ. એમને એવી પ્રતિજ્ઞા કે સામો પ્રહાર કરે પછી જ વળતો પ્રહાર કરવો. સામેના દુશ્મનો પણ જેવા તેવા નહિ. એ પણ પહેલો પ્રહાર કરવા માટે આહ્વાન કરતા-ત્યારે આ કહેતા કે‘એમ ઘા કરે એ બીજા, અમે નહિ-અમે તો શ્રાવક છીએ. પ્રાણ જાય પણ નિયમ ન તૂટે. પ્રહાર આવ્યા વિના કદી સામા પર હથિયાર ન ઉગામીએ.’
968
હવે વિચારો કે આ પુણ્યાત્માઓની હિંસા અને આજનાઓની દેડકાંની હિંસાની સરખામણી થાય ? પેલા મંત્રીશ્વરોની ભાવના અને આ દેડકાં ચીરનારાઓની ભાવના સરખી કહેવાય ? તેઓ લોકોને સમજાવે છે કે‘સાધુઓ તો શાસ્ત્રોના મર્મને સમજી શકતા જ નથી.’ એમાંનો એક જણ તો કહે છે કે-‘ભગવાનનું શાસન ભગવાનની સાથે જ ગયું.' તો બીજો વળી પોતાને વધારે ડાહ્યો માનનાર કહે છે કે-‘ભગવાનનું શાસન તો આનંદઘન સાથે ગયું.’ આગળ વધીને કહે છે કે-‘વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ વગેરેએ આટલી હિંસા કરી તોયે શ્રાવક રહી શક્યા અને અમે પાંચ-પચીસ દેડકાં મારીએ તેમાં આ સાધુઓ આટલી કાગારોળ કેમ મચાવે છે ?’
આવા એ વસ્તુપાળ-તેજપાળ કે કુમારપાળની હિંસા અને નિરપરાધી દેડકાંઓને ટેબલ પર તેમના પગમાં ખીલીઓ ઠોકીને કરાતી હિંસા સરખી ? ત્યાં દુશ્મન એવા કે એક જ પ્રહારે માથું ઉડાવે છતાં ત્યાં નિર્ભયપણે સામાનો ઘા આવ્યા પછી જ વળતો ઘા કરવાનો નિયમ. એ માનતા કે દુશ્મનને ગફલતમાં રાખીને ઘા કરવો એ અનીતિ છે. એની સામે આ લોકો તો બિચારા નિરપરાધી અસહાય એવાં દેડકાંઓના પગમાં ટેબલ ઉપર રાખી ખીલીઓ ઠોકી