________________
૪૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 1024 થઈ તે એ બાઈને ન થઈ. બાઈ ફરિયાદ કરે કે-“તને નટને કેમ મુનિ ફળ્યા ? અને મને કેમ નહિ ?” તો એ ચાલે ? - ઇલાયચીકુમારની આખી સ્થિતિ ફરી ગઈ. એણે જોયું કે-પદ્મિની સામે છે, મોદકનો ભરેલો થાળ હાથમાં છે, ભક્તિપૂર્વક લ્યો-લ્યો કરે છે, તોયે મુનિ આંખનું પોપચું પણ ઊંચું કરતા નથી. ધન્ય એ મહર્ષિને ! મુનિ પણ ચડતી જુવાનીએ છે, બાઈ પણ નવયૌવના અને પદ્મિની છે, એકાંત છે છતાં આ અડગતા કેવી ? ધન્ય છે એ મહાત્માને ! અને ધિક્કાર છે મને ! મેં આ એક નટડી પાછળ મોહાંધ બની ભાન ગુમાવ્યું. હું કોણ ? મારું સ્વરૂપ શું ? બસ ! આ ભાવનામાં એ ચડ્યા. ચડ્યા તે એવા ચડ્યા કે ભાવથી મુનિપૂણું પામ્યા, અપ્રમત્તાવસ્થા પામ્યા, ક્ષપકશ્રેણિએ ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા. દેવતાએ મુનિવશ આપ્યો, એ જ સ્થળે સિંહાસનની રચના કરી, મુનિએ ત્યાં દેશના આપી, એ દેશનાના પ્રતાપે નટડી, રાજા અને રાણીઓને પણ કેવળજ્ઞાન થયું.
એ બધા કેવા હતા ? ઇલાયચીકુમાર નટડી પાછળ પાગલ બની નટ બન્યો હતો.
રાજા નટડીમાં લુબ્ધ બની ઇનામ આપતો નથી અને ફરી ફરી ઇલાયચીકુમારને નચાવતો હતો.
રાણીઓ રાજાની મનોવૃત્તિને પામી જવાથી ગુસ્સામાં હતી, નટડી. તો હીનકુળ અને હીન જાતિની હતી.
આ બધા રાગ-દ્વેષના રંગે રંગાયેલા અને મોહમાં મૂંઝાયેલા હતા પણ સંયોગ પલટાયા કે બધાની દશા બદલાઈ.
ઇલાયચીકુમારને કેવળજ્ઞાન થયા પછી નટડીને વિચાર જાગ્યો કે “ધિક્કાર છે આ રૂપને ! કે જેની પાછળ શેઠનો દીકરો પાગલ બન્યો, રાજા પણ એ રૂપમાં લુબ્ધ બનીને જ ગાંડો થયો છે. ધિક્કાર છે એ મારા રૂપને !” એમ ભાવનામાં ચડતાં નટડીને પણ કેવળજ્ઞાન થયું એ જાણીને પોતાના પાપનો પશ્ચાત્તાપ થતાં અને ભાવનામાં ચડતાં રાજાને પણ કેવળજ્ઞાન થયું. રાણીઓને પણ સંસારની અસારતાનું ભાન થતા શુભ ચિંતવનમાં ચડતાં ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન થયું.
સભા: ‘આમાં પૂર્વની આરાધના કારણરૂપ હોય ?' હોય અને ન પણ હોય. મરૂદેવા માતાને ક્યાં હતી ? " સભાઃ “મોટે ભાગે તો હોય ને ?