________________
૧૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - જાય અને “જે દાદા' કર, એમ કહો એટલે હાથ જોડી માથું નમાવતો જાય. જૈનશાસનમાં જન્મેલાને દયા કેમ ? કહો કે પાપના જ્ઞાનથી. જૈનશાસનમાં જન્મેલા બધા એટલા પૂરતા સમ્યગ્દષ્ટિ કે એ બધા પાપથી ડરે. “પાપ, પાપ શું કરો છો ?' એમ બોલે એટલે મિથ્યાત્વ આવ્યું. કીડી, મંકોડી મારવામાં પાપ શું? એવા પ્રશ્ન જૈનકુળમાં જન્મેલાને ઊઠે? જો ઊઠે તો માનવું કે કુપાત્ર પાક્યો. કીડી શું ? એને ઇંદ્રિય કેટલી ? વગેરે ભલે પૂછે પણ એમાં પાપ શાનું ?' એમ બોલે તો જૈન બાપ કહી દે કે, “તું કુપુત્ર પેદા થયો, આ ઘરમાં રહેવા લાયક નથી.' આવી સાવચેતી રખાય તો જૈનકુળો સારાં બન્યાં રહે.
જૈનકુળમાં જન્મેલું નાનું બાળક પણ પાપથી પાછું હઠે, નાના જીવને પણ કોઈ મારે તો એ કંપી ઊઠે, તેનાથી બૂમ પડાઈ જાય. ‘એમાં પાપ શું ? એમ બોલે તો સમજવું કે જૈન સંસ્કારમાં દાવાનળ લાગ્યો. રાત્રિભોજનમાં પાપ, અમુક અમુકમાં પાપ, એ તો જૈનકુળમાં રૂઢ હોય. નાના બાળકને પણ એ રીતે કેળવાય કે ધીમે ધીમે રાત્રે ધાવતું કે દૂધ પીતું મટી જાય. સમજી જાય કે રાત્રે ન ખવાય. તમારે કદાપિ રાત્રે ખાવું પડે તો નબળાઈ માનો. પણ એમાં પાપ શું ? એવું તો ન જ બોલો ને ? આજે તો કહે છે કે પહેલો લાઇટો નહોતી, હવે તો વીજળીની બત્તીઓ છે, પછી શું વાંધો ? એમને પૂછો કે ભગવાન શ્રી જિનેશ્વરદેવને તમારી વીજળીની બત્તીઓની ખબર ન હતી ? ગમે તેટલી બત્તાઓ સૂર્ય જેટલો પ્રકાશ આપે ? દૂર પડેલો પૈસો દિવસે દેખાય પણ રાત્રે દેખાય ? એ કૃત્રિમ પ્રકાશ છે. આંખોને આજે છે. કુદરતી પ્રકાશમાં જિંદગીભર કામ કરો તોયે વાંધો ન આવે અને આ બત્તીઓના પ્રકાશમાં લાંબો વખત કામ કરનારા આંખો ગુમાવે છે, એ અનુભવની વાત છે. માટે આવા કુતર્કો છોડી દો. બાર કલાકનો દિવસ છે. પછી રાત્રે ખાવાની જરૂર શી ? એટલે, “રાત્રે ખાવામાં પાપ શું ? કીડી મંકોડી જેવા નાના જીવો મરી જાય એમાં શું થઈ ગયું ?' આવું જૈન ન બોલે. કેટલાક મૂર્ખાઓ વળી એમ પણ બોલે છે કે, “એમ પાપ, પાપ કરીએ તો ભગવાનને હાથ જોડવામાં પણ પાપ લાગે. કારણ વાઉકાયના જીવો મરી જાય.’ આ તે દલીલ છે કે એક પ્રકારનો રોગ છે ? મિથ્યાત્વ નામના રોગ સિવાય આવું બોલાય નહિ. સંસાર ખોટો અને મોક્ષ સાચો, માટે સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા મારે દીક્ષા લેવી છે, આટલું જ્ઞાન દીક્ષા લેવા આવનાર માટે બસ છે. દીક્ષા કોણ લઈ શકે ?
સભાઃ “કેવળ લોકોને પગે લગાડવાના ભાવથી લેતાં હોય તો ? એ જ ભાવના હોય તો ન અપાય. પણ બધા જ ઍવી ભાવનાથી લે છે