________________
719 - ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય -5 - ૧૪૯ ભારે પડત.મોસમમાં તમને દહાડો ટૂંકો લાગે છે. ઊંઘમાંથી ક્યારે ઊઠીને કામે લાગી જાઉં, એમ થાય છે. ચાર કલાક ઊંઘવું પડે, પણ શા માટે ? શ્રમ લાગે છે માટે શ્રમ લાગે છે, ઝોકાં આવે છે, આંખો પરાણે મીંચાઈ જાય છે માટે જ સૂઈ જાઓ છો ને ? નહિ તો તમે જંપીને આરામ કરો. તેવા નથી. શ્રમ ન લાગે ને મોસમ ચાલુ હોય તો કોઈ સૂવે ? આમ જે સુખ કમ્યું તે બનાવટી છે, દુઃખોથી બચવા માટે છે. દુઃખ જ ન હોય તો એ બનાવટી સુખના સાધનની જરૂર જ નથી.
આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રગટે તે મોક્ષ. ત્યાં લાડી, વાડી, ગાડી, બંગલા, બગીચા અને મારું, તારું એ કશું નથી. આ બધું જ્યાં છે તે તો આ સંસાર છે. જીવ ચરમાવર્તમાં આવે પછી જ તેનામાં મોક્ષની ઇચ્છા જાગે અને અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર આવે પછી જ સમ્યકત્વને પામે. આ કાળ પણ અનંતો છે. અનંતો એટલે અંત વગરનો એમ નહિ. પણ ઘણો લાંબો. એમ છતાં અનંતા પુદ્ગલ પરાવર્તની અપેક્ષાએ ઘણો ઓછો. અહીં અનંતનો રૂઢ અર્થ લેવાનો, વ્યુત્પત્તિ અર્થ નહિ. અંત જ નહિ, એવો અર્થ ન લેવાય. અનંત અને અસંખ્ય એ શબ્દો પારિભાષિક છે. વ્યાકરણકાર કહે છે કે રૂઢ અર્થને બાધ કરનાર વ્યુત્પત્તિ અર્થ ન લેવાય. રૂઢ અર્થને બાધક ન હોય તો લેવાય. ગૌ એટલે “ચાલે તે ગાય” એ વ્યુત્પત્યર્થ. તમે બધાં પણ ચાલો છો ને ? છતાં
ગૌ'નો રૂઢ અર્થ ગાય જ થાય. અનંત શબ્દનો વ્યુત્પજ્યર્થ “અંત જ નહિ' એવો થાય. પણ અહીં “અનંત' શબ્દ રૂઢ અર્થમાં લેવાનો છે. એમ ન હોય તો અનંતકાળ ગયો, એમ નહિ કહેવાય. અનંતનો અંત તો હોય જ નહિ. પછી એ કહેવાય કઈ રીતે ? ભગવાન મહાવીરનો આત્મા સંસારમાં અનંત કાળ ભમ્યો, એમ પણ નહિ કહેવાય, માટે રૂઢ અર્થ જ લેવાનો. મિથ્યાત્વના ઉદય વિના આવું ન બોલાય ?
પહેલાં મોક્ષની ઇચ્છા થાય, પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. દીક્ષા લેવા આવેલા મુમુક્ષુને પુછાય કે શા માટે લેવી છે ? જવાબમાં એ કહે કે, “સંસાર ખોટો છે અને મોક્ષ મેળવવા જેવો છે એમ લાગ્યું છે માટે.” આવું કહેનારને કદાચ બીજું જ્ઞાન ઓછું હોય તો ચાલે. નાના બચ્ચાને તો “કીડી મારવામાં પાપ” એટલું જ જ્ઞાન જોઈએ. એ બેઇંદ્રિય કે તેઇંદ્રિય, એવું એને ન પુછાય. મંદિરમાં હાથ જોડાવવા અને “જે દાદા' બોલાવવું. એટલું જ્ઞાન એના માટે પૂરતું છે. ભગવાન કોણ, કેવા એ બધું તે વખતે એને સમજાવવા ન બેસાય. મંદિરનું પતાનું બાળક ઉપાડે તો “પાપ લાગે” એમ કહીને મુકાવી દેવાય. પણ એ દેવદ્રવ્ય કહેવાય વગેરે એને સમજાવવા જાઓ તો એ સાંભળે ? એ તો રમતો