________________
૧૧૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
680. મધુરું બોલવાની પણ હદ હોય છે. સમયે એ કડક થતાં પણ ન ગભરાય. જેને સામાના હિતની દરકાર નથી એ મરતાં સુધીયે ઠંડું બોલે; એ ગરમ થાય જ નહિ. કેમ કે, એને સામાના હિતની કશી પડી નથી. કુપથ્ય ખાતાં કોણ રોકે ? સાચો હિતેષી હોય તે જ. સાચો હિતૈષી ઝૂંટવી લે, ભાઈ કહીને લઈ લે અને એમ ન માને તો કાંડુ પકડીને પણ પડાવી લે.
સભાઃ “આજના વૈદ્યો એટલી દરકાર કરતા નથી.”: ' '
દરદી રોગી રહે તો તિજોરી ભરાય” એવી દૃષ્ટિ હોય ત્યાં એમ જ થાય બાકી દરદીનું સાચું હિત ઇચ્છનારા વૈદ્યો, કુપથ્યની તદ્દન ના જ પાડે અને દરદી ન માને તો એની દવા જ ન કરે; એવો વૈદ્યો પણ આજે પડ્યા છે. વ્યવહારમાં છતાં જેઓ પ્રમાણિક છે, જેમનામાં થોડી દયાની લાગણી અને થોડી પણ ધર્મબુદ્ધિ છે, તેઓ સામાનો ભયંકર વિશ્વાસઘાત કદી નહિ કરે, એ નિશ્ચિત વાત છે. સાચો વેપારી ઉઠાવગીર ગ્રાહક પ્રત્યે એકદમ લાલ થાય. જે એવા ગ્રાહકો સાથે કલાકો સુધી લમણાંફોડ કરે તેને જરૂર પ્રપંચી માનવો. પૈસા લઈ માલ આપવો. એમાં ખોટી માથાફોડ શી ? અયોગ્ય ગ્રાહક સાથે કલાકો સુધી માથાફોડ કરનારા પ્રાયઃ જુઠ્ઠા હોય છે. બાકી સાચાની દશા તો બધી જ વાતમાં જુદી હોય છે. આજની દશાઃ
પણ આજે વેપાર જ ક્યાં ? આજ તો સટ્ટા છે. ત્યાં પણ જુગાર ! લોકોએ, એ ધંધાને આજે મજેનો માન્યો છે. એ ધંધા બહારથી ફુરસદ દેખાડે છે પણ અંદર ચિંતાની ચિતા સળગાવે છે. આગળના લોકોને પેઢી પર બેસે ત્યાં સુધી ચિંતા; એ પણ એવી ચિંતા નહિ. સામાન્ય પ્રવૃત્તિરૂપ જ ફીકર. એમની આબરૂ અંત સુધી સચવાતી હતી. આજના લોકોની આબરૂ હથેલીમાં રમતી હોય છે. “જવાની નક્કી” એમ પોતે જાણે અને કહે કે, “રહી ત્યાં સુધી ભાગ્ય.” ઘણા સટોડિયા ખુલ્લું કહે છે કે, પચીસ વરસ આબરૂ ટકાવી એ અમારી હુશિયારી બાકી ગઈ એ જવાની તો હતી જ. કારણ કે, જવાનો તો ધંધો માંડ્યો જ હતો. આવી દશામાં ચોવીસે કલાક ચિંતાની ચિતા સળગતી જ હોય પછી ધર્મ હૃદયમાં પ્રવેશે શી રીતે ? પહેલાંના પુરુષો તે નિયત સમયે વેપાર કરે પછી અહીં તો નિરાંતે બેસતા. હૃદય ચોટતું એટલે ગુણનો વધારો થતો. આજે આવક થોડી અને ચિંતા ઘણી, કદી આવક ઘણી તો એની પાછળ જાવકનો પણ પાર નહિ, કારણ કે, એવી જાવક રાખ્યા વિના એમનું ટટ્ટ ચાલે પણ નહિ એ તો