________________
679 – ૮ : ધર્મમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48 – ૧૦૯ કે “આવો વિશ્વાસઘાત ! તને સારો માણસ જાણી દસ્તાવેજ ન કર્યો, ખાતું પતરું ન કર્યું એનો આ બદલો ?' આથી પેઢીનો માલિક ચિડાય પણ પેઢીના માલિકની ગાળોથી પણ પેલો ઉઠાવગીર ન ચિડાય. કારણ કે એને ખોટી રીતે પારકી પેઢીને માલિક બનવું છે. એથી એ ઉઠાવગીરની ક્ષમા, શાંતિ, નમ્રતા અને દિીનતા પાષાણને પણ પીગળાવે તેવી હોય. વખતે એને જોનાર કોઈ કહે કે, “આ કેવો શાંત અને આ કેવો કઠોર !” તો એ સાંભળી પેઢીના માલિકને શું થાય ?' ખરેખર જેને ખોટી વાત ફેલાવવી હોય તે કદી ગુસ્સે ન થાય; કેમ કે એ સમજે છે કે મૂળમાં પોલાણ છે, ગુસ્સો કરીને રહું ક્યાં ? માટે એ આબાદ દંભ કેળવે, જ્યારે સાચાથી એવો દંભ કેળવી શકાતો જ નથી.
પાડોશી કહે કે, “કાંઈ નહિ, બાળક રૂએ છે, દવા ન પાવી’ પણ મા એ વાત કેમ માને ? મા તો બળાત્કારે પણ પાય, બાળકને પકડીને, રોવરાવીને, મોંમાં વેલણ ઘાલીને, બે પગ વચ્ચે એને દાબીને પણ દવા પાય. પાડોશી જેવી દયા અને ઉઠાવગીરો જેવી ક્ષમા ન ઇચ્છવી જોઈએ. ધ્વાથી દોડતો બાળક તો પાડોશીના ઘરમાં પણ પેસી જાય પણ મા ત્યાંથી પકડી લાવીને પણ દવા પાય.
સભાઃ “બાળકને મા કરતાં પાડોશી સારાં લાગે ને ?'
એ દવા પીવા પૂરતાં લાગે. જેને ખોટી વસ્તુ બહાર મૂકવી હોય એને ગુસ્સો ન આવે. એનામાં શાંતિ હોવી ઘટે. કેમ કે એને ચિડાવું ન પાલવે. ‘એક જ ભાવવાળો વેપારી ગ્રાહકની દાઢીમાં હાથ ન ઘાલે. જેને આનો બે આના નિયત નફો લેવો છે તે દાઢીમાં હાથ ન ઘાલે. પણ જેને આનો કહીને બાર આના લેવા હોય તે બધું કરે. ચોખ્ખા માલવાળો પલ્સી ન કરે પણ જેને બનાવટી દેવું હોય એ પલ્લી કરે. માલ દઈને પૈસા લેવા એમાં ધાંધલ શી ? એ તો ભાવ પણ લખી નાંખે. એકના બાર કરનારો બધું કરે પણ એ બાર મહિને એક તરફ બસો-પાંચસો વધારે કમાય તો બીજી તરફ એના હજાર ગુમાવે એ નિયમ છે અને અનીતિ નફામાં રહે. ખોટી વાત ફેલાવનારો સમતા ન રાખે તો એને ઊભું પણ કોણ રહેવા દે? કેમ કે યુક્તિ, શાસ્ત્રાર્થ કે દલીલમાં તો એ ટકે તેમ હોય જ નહિ. જુઠ્ઠાને ફાવવા માટે એવી ક્ષમા વગેરે ગુણો સિવાય છૂટકો નથી. આથી જ કહેવું પડે છે કે, “ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો.” હિતની દરકાર વિનાની ક્ષમા ઃ
ખોટાઓની ક્ષમા જ્યારે કૃત્રિમ હોય છે ત્યારે સાચાની ક્ષમા સ્વાભાવિક હોય છે. એટલે હિતના અવસરે એ ક્ષમા પણ ભયંકર રૂપ લીધા વિના નથી રહેતી. ઠેઠ સુધી એ ક્ષમાના નામે મરવા દે નહિ. શિખામણ દેનાર હિતૈષીની