________________
— ૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58
જ્ઞાન નથી, શ્રી જિનેશ્વરદેવના શાસનને એ ઓળખતા જ નથી. સાધર્મિક ભક્તિ ટકાવવાનો ઇન્કાર નથી અને શ્રી સંઘ એ પચીસમો તીર્થંકર છે, તેથી એનું અપમાન આપણાથી ન થાય એની કાળજી રાખવી જોઈએ એ વાતનો પણ ઇન્કાર નથી. પણ વસ્તુમાં તત્ત્વ છે કે નહિ, એ તો જોવું પડે ને ?
સભા : પાટ પર બેઠેલા બોલે તો ને ?
807
૨૩૭
હું કહેતો હતો કે આ ભાઈ કહે છે. અને કોઈ પણ સમજુ માણસ એમ કહે. પરંતુ એ વાત હમણાં બાજુએ રાખો. અહીં તો જે ફ૨જ બજાવે તે લાભ ઉઠાવે. ધર્મ જનોના હૈયામાં શું શું ચાલી રહ્યું છે અને કેવી નિરાશા જન્મી છે, તે સમજાય છે ને ? આ સમયે બેસી રહેવાથી નહિ ચાલે. પોતાની સઘળી શક્તિનો ઉપયોગ કરી પોતાની જાતને અને પોતાના સાથીઓને બચાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા. બહાર લાગેલી આગ પોતાના ઘર સુધી આવે તોયે બીજાની આશાએ કેમ બેસી રહેવાય ? જે વિચારો પ્રભુના સંઘમાં હોવા ઘટે તે ન હોય, તો વર્તન અને પરિણામની વાત જ ક્યાં રહે ?વિચારોનો મેળ નથી એ જ મોટી વિષમતા છે.
પોતાની માનેલી ચીજ રાખવી જોઈએ, તેમ છતાં અવસરે એ પણ મૂકવી પડે. શરીરનાં અંગો આપણાં જ છે ને ? પણ તેમાં પણ અવસરે કોઈ અંગમાં
સડો પેસે ને તે અંગ કપાવવું પડે. તો કપાવાય કે રાખી મુકાય ? મારું ક્યાં સુધી ? કહો કે સુધરે ત્યાં સુધી. તદ્દન સડે, અંદર કીડા પટે છતાં રાખવું એ તો મૂર્ખાઈ જ છે ને ? આવી જ મૂર્ખાઈ કરવામાં જૈન સંઘે આજ સુધી ઘણું ગુમાવ્યું છે. ધર્મને હાનિ પહોંચી છે અને કરવા જોગી કાર્યવાહી કરી શક્યા નથી. માટે સંઘનું સ્વરૂપ સમજી એના બંધારણને બરાબર મજબૂત કરવું પડશે. બંધારણ મજબૂત હશે તો ધાર્યું કામ પાર પાડશે. માટે સૂત્રકાર મહર્ષિ સમ્યક્ત્વની દૃઢ પીઠને રૂઢ બનાવવા કહે છે.
એ કુતર્કોની જાળને ભેદો જ છૂટકો :
સૂત્રકા૨ ૫૨મર્ષિએ કહેલા વિચારો આ વીસમી સદીમાં ચાલે કે કેમ ? એ પ્રશ્ન ઊભો થયો છે. કહે છે કે આ તો વાતવાતમાં સંસારની અસારતા લાવે છે. એ લોકોની દલીલ છે કે “ગૃહસ્થાવાસ એ જો પાપ છે તો ગૃહસ્થનાં અન્નપાણી વિના કર્યો સાધુ જીવી શકે છે ?” જૈન દર્શનને સમજેલાનાં આ વચન હોય ? હું પૂછું છું કે કયા તીર્થંકર ભગવંતે ગૃહસ્થના અન્નપાણીનો ઉપયોગ ન કર્યો ? છતાં કોઈ તીર્થંકરે ગૃહસ્થાવાસની પુષ્ટિ કરી ? જે પાપના આધાર વિના ન ચાલે તે પાપને પાપ ન કહેવાય ? આ તો કહે છે કે “પાપ-પાપ કહેવું અને