________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શિથિલતા છે એમ નથી પણ પીઠની પણ શિથિલતા છે. પીઠની શિથિલતાને કા૨ણે તો ઉપ૨નો સમુદાય બોજારૂપ બને. પીઠ ઢીલી હોવાથી એ સમુદાય ક્યારે શું કરે તે ન કહેવાય. સંઘત્વના રસિયાએ પીઠને દૃઢ, રૂઢ, ગાઢ, અવગાઢ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
૨૩૬
806
શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી એ સમ્યગ્દર્શનરૂપ પીઠને દૃઢ બનાવવી જેથી કુમતવાસના રૂપી જળ અંદર ન પેસે. એ રીતે દઢ બન્યા પછી પણ વિચારોની સ્થિરતા નહિ હોય, ભાવનાની મક્કમતા નહિ હોય, સમયે સમયે વિશુદ્ધ થતી જતી ઉત્તમ પરિણામની ધારા કાયમ નહિ હોય તો એમાં રૂઢતા નહિ આવે અને દઢતા નહીં ટકે.
દુનિયામાં રહેવું અને પીઠ સાચવવી એ ઘણું કપરું કામ છે; કેમકે આજનો હલ્લો આ પીઠ ઉપર છે. ઉ૫૨ની બધી વસ્તુઓ ટકવાનો આંધાર પીઠની મજબૂતાઈ ઉ૫૨ છે. પીઠ ગઈ તો ઉપરનું બધું રાખ્યું પણ ન રહે: આજે મોટે ભાગે પોલાણ પીઠમાં છે.
સમ્યગ્દષ્ટિના વિચારો કેવા હોય ?
શ્રી વીતરાગના અનુયાયીઓ ભેગા થયા હોય એમને જોવાથી શ્રી વીતરાગનાં દર્શન જેવો આનંદ થાય એમ જે કહેવાયું છે તે શા કારણે ? એના ચહેરા ઉપર એવું શું આકર્ષણ હોય, કે જેથી એટલો આનંદ થાય ? એના ભાલપ્રદેશ ઉપર કાંઈ મણિ લટકાવ્યો હોય છે ? કે એની પાઘડી મોટી હોય તેથી આનંદ આવે ? આ બધું બરાબર વિચારો. દઢતા પછી રૂઢતા માટે આપણે જે વિચારો બતાવવા માંગીએ છીએ, જે ભાવના કેળવવા માગીએ છીએ, એ ભાવના જ ન હોય ત્યાં સંધત્વ રહે શી રીતે ?
શ્રી સંઘનું વર્ણન શા માટે ચાલે છે ? ચોવીસ તીર્થંકરની ગેરહાજરીમાં શ્રી સંઘ પચીસમા તીર્થંકર સમો છે, માટે. એ શ્રી સંઘને શાસ્ત્ર નગર, ચક્ર, ૨૫, પદ્મ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાતેય ઉપમાઓથી સ્તવ્યો અને હવે આઠમી ઉપમા મેરૂફિંગિરની ઘટાવે છે. તે ઉપમાના ગુણો શ્રી સંઘમાં હોવા જોઈએ. એમાંના ગુણોનો એક અંશ પણ ન હોય એવા સમુદાયને જોઈને જો શ્રી વીતરાગનાં દર્શન જેટલો આનંદ થાય તો તો કહેવું જોઈએ કે એના વીતરાગ પણ કોઈ જુદો હશે ! વેપા૨ી નાતો કોની સાથે રાખે ? બધું લૂંટી જાય એની સાથે ના તો રાખે ? એક વાર સો લઈને ન આપ્યા, બીજી વાર લઈ ગયો ને ન આપ્યા પછી એની સાથે નાતો રાખે ખરો ? છતાં એવી વાતો થાય છે તેથી લાગે છે કે આવા વિચાર ધરાવનારાઓમાં સમજ જ ઓછી છે. શાસ્ત્રનું એમનામાં