________________
808
૨૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એની નિશ્રા વિના રહેવું નહિ, એનો અર્થ શો ?” હું કહું છું કે-ગૃહસ્થના આહાર પાણી વહોરનારો સાધુ પાપની નિશ્રા લે છે, એમ પુ૨વા૨ કરી શકશો ? મોક્ષમાં જના૨ને છ કાયની નિશ્રા ખરી કે નહિ ? મનુષ્ય યોનિ વિના મોક્ષમાં જવાય ? ના. તો મનુષ્ય યોનિમાં આવવાનો દરવાજો તો અબ્રહ્મ છે, છતાં તીર્થંક૨દેવે અબ્રહ્મને પાપ કેમ કહ્યું ? બધા બ્રહ્મચારી બને તો માણસ જન્મે ક્યાંથી ? અને માણસ જન્મે નહિ તો મુક્તિએ જાય કોણ ? આવી બધી જાણ શ્રી તીર્થંકરદેવોને નહોતી એમ ? છતાં એમણે બ્રહ્મને પાપ કહ્યું અને બ્રહ્મચર્યને મહાવ્રત કહ્યું ને ? જે અબ્રહ્મના યોગે મુક્તિએ જવાય (અબ્રહ્મના યોગે મનુષ્યભવ-મનુષ્યભવના યોગે મુક્તિ) એ જ અબ્રહ્મનાં પચ્ચક્ખાણ કરવાનું શ્રી તીર્થંક૨દેવોએ ફરમાવ્યું ને ? આ લોકોનું તર્કશાસ્ત્ર કઈ જાતનું છે એની એમને પણ ગતાગમ નથી. પરંતુ તેમના આવા અયોગ્ય વિચારોની સામાન્ય જનતા ઉપર કેવી છાપ પડે, તે જ વિચારવા યોગ્ય છે.
ગૃહસ્થાશ્રમના ટેકા વિના સાધુઓ જીવન ન શકે તો પછી ગૃહસ્થાશ્રમને ત્યાજ્ય કેમ કહે ?' આ તેમનો સવાલ છે. વારું ! તો કહો કે ત્યજ્યું તે અજ્ઞાન કે જ્ઞાન ? ભગવાને પણ ત્યજ્યું અને ત્યજવાનો જ ઉપદેશ આપ્યો ને ? તો પછી આવા પ્રશ્નો કેમ થાય છે ?
સભા એમના વિચારો એવા છે.
એમના વિચારો ગમે તેવા હોય પણ તમારા વિચારો કેવા છે ? આ ડાળાં પાંખડાં નથી હલાવાતાં પણ મૂળ જ ખોદાય છે, વૃક્ષમાં અગ્નિ નથી મુકાતો પણ તેના મૂળમાં જ અગ્નિ મુકાઈ રહ્યો છે. વૃક્ષમાં અગ્નિ મુકાય તો મૂળને સીંચીને વૃક્ષને ફરી નવપલ્લવિત બનાવી શકાય પણ મૂળમાં અગ્નિ મુકાય એટલે તો સર્વનાશ થઈને જ રહે. આજે અમુક વર્ગ ધર્મને મૂળમાંથી જ સાફ કરવા માગે છે. છતાં અજ્ઞાન લોકો તેમની પાછળ દોડી રહ્યા છે. ઝાંઝવાનાં જળ પાછળની આ દોટનું પરિણામ શું આવશે ? જૈનશાસનથી પરવારી બેઠેલાઓની આ બધી ધમાલ છે. માટે તમે એમનાથી ચેતી જાઓ. ઝેરનાં પારખાં વારંવાર ન હોય. દુનિયામાં કહેતી છે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ. માટે તમને કહું છું કે હવે બરાબર સાવધાન થઈ જાઓ.
આજે એવી કમનસીબ સ્થિતિ સર્જાઈ છે કે તમારામાં અને અમારામાં એવા લોકો પેસી ગયા છે કે જેમને આપણે ઓળખવા પડશે. અહીં બેઠેલામાંની પણ ચકાસણી કરવી પડશે. શાહના સમુદાયમાં દેવાળીઆ પેંસી જાય, તેમ અહીં આવીને પણ સંસારની વાતને પુષ્ટિ આપનારા હોય. આ દોષમાં પણ તમારી