________________
૪૩૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 1008 જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો.” આજનાં સાધનોએ તો આ બધી હોળી ઊભી કરી છે. એ ત્રણ દિવસમાંયે શાંતિ નહિ. ધમાધમ જ ચાલુ હોય. પેલો તો યાત્રાએ નીકળે એટલે મહિનો બે મહિના શાંતિ, માર્ગમાં યાત્રાના જ વિચાર. ત્યાં આયુષ્ય બંધાય તોયે કામ થઈ જાય. અરે, તથા પ્રકારની આરાધનામાં હોય અને માર્ગમાં આયુષ્ય પૂરું થઈ જાય તોયે મરીને નિયમા સ્વર્ગે જાય. ભાવના ઊંચી જોઈએ. બાકી હાલનાં સાધનોની તો વાત જવા દ્યો. એ સાધનો એવાં છે કે ઘેરથી નીકળે ત્યારથી અનેકને ત્રાસ પમાડતો જાય. ભાવના અને વિચારો પણ એવા ન રહે. આ બધાં તો પાપનાં સાધનો છે; એ કાંઈ ધર્મનાં સાધનો નથી. જ્ઞાનીએ ફરમાવેલ અનુષ્ઠાનો તે કાળ માટે જ હતાં એવું નથી. એ તો ભોળાજનોને ભરમાવવા માટેની વાતો છે કે તે કાળમાં રેલ નહોતી માટે સંઘની જરૂર હતી.
અરે ! હમણાં પણ સંઘ નીકળ્યા ત્યારે લોકોએ શું કહ્યું?
વર્ષોથી આવું જોયું નહોતું એમ હજારો લોકો બોલતા હતા. આ કાંઈ ઓછી પ્રભાવના છે ? પૂર્વકાળના લોકો કરતાં આજના લોકોને એની ઓછી જરૂર છે એવું નથી. દરેક વસ્તુને પૈસાના માપે ન મપાય ઃ .
સભાઃ ‘ત્રિરાશી મૂકો તો વ્યયના પ્રમાણમાં ફળ શું ?
એ ફળ કહેવાને હું તો અસમર્થ છું. ત્યાં વ્યયનું મહત્ત્વ નથી પણ ભાવ અને વિધિ બહુમાનનું મહત્ત્વ છે. વ્યયના આધારે ફળ માપવાની વણિકવૃત્તિ અહીં મ ચાલે. એક ઘોડાને સમ્યક્ત પમાડવા માટે ખુદ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પોતે (કેવળજ્ઞાન થયા પછી) એક રાત્રીમાં સાઠ યોજન ચાલ્યા, એ આ શાસન છે. એક તીર્થંચ ઘોડાની જાતને સમ્યકત્વ પમાડવા ત્રણ લોકના નાથને આ મહેનત ? આવું કોઈ પૂછે તો ? આ રીતે ફળ મપાય ? “જેને માટે શ્રી તીર્થંકરદેવ સાઠ યોજન ચાલે તેને આશાતના કેટલી ?” એમ કોઈ પૂછે તો ? આવું પૂછનારા કેવા ? આ શાસન તો તે છે કે એક અશ્વને સમ્યક્ત્વ પમાડવા શ્રી તીર્થંકરદેવ પણ એક રાતમાં સાઠ યોજનની મજલ કરે. એક સંઘ નીકળે તેમાં પાંચ-પચીસ જણા પણ ધર્મ પામી જાય તો એવી ભક્તિનું ફળ મપાય ? એ લાભ પાસે આ દ્રવ્ય વ્યયની કિંમત કેટલી ? એક જીવબોધિ બીજ પામે એના લાભના ફળની ત્રિરાશી મુકાય ?