________________
661
૭ઃ ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર -47
―
૯૧
કાંક્ષા માટે પણ એ મહાપુરુષે કહ્યું કે, ‘સુરતરુને છોડીને બાવળિયાને વળગવાનું કામ ડાહ્યાનું નથી અને શ્રી જિનમત એ સુરતરુ જેવો છે ત્યારે અન્ય મતો બાવળિયા જેવા છે.’
“સંશય ધર્મના ફલ તણો, વિતિગિચ્છા નામે; ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.”
ત્રીજો દોષ વિચિકિત્સા યાને વિતિગિચ્છા છે. શ્રી જિનેશ્વરદેવે બતાવેલ ધર્મના ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા છે. એ જો આત્મામાં શુભ પરિણામ આવે તો અવશ્ય ટાળી શકાય છે. એ જ કારણે એનું સ્વરૂપ દર્શાવી, તેનાથી બચવાના ઉપાય દર્શાવવાપૂર્વક એનો પરિહાર કરવાનો ઉપદેશ આપતાં એ જ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ફરમાવ્યું છે કે -
આ ઉપરથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી શંકા થવાનો સંભવ પૂરો છે અને આડમ્બર જોવાની વૃત્તિવાળા આત્માઓને તથા સહેલું લેવાની ઇચ્છાવાળા પુદ્ગલાનંદીઓને સહેજે કાંક્ષા થાય એ જ રીતે દુનિયાના પદાર્થો તરફ જ દૃષ્ટિ રાખનારાઓને અને એ જ કા૨ણે જોઈતા શુભ પરિણામથી પ૨વા૨ી બેઠેલાઓને ધર્મક્રિયાના ફળમાં પણ અવશ્ય સંદેહ થાય છે.
એવા ધર્મીઓ ઘણા છે કે, જેઓ રોજ ધર્મ કરે પણ જરાક આપત્તિ આવે કે તરંત તેના મનમાં એમ થાય કે, “ધર્મમાં શું છે ?’ એનું કારણ જ એ છે કે, ‘તેઓએ શુભ પરિણામના અભાવે ધર્મક્રિયાનું ધ્યેય સંવર અને નિર્જરા · તથા પરિણામે મુક્તિ નહિ રાખતાં દુનિયાદારી જ રાખી હતી.’ એવું ઊલટું ધ્યેય રાખે એનું પરિણામ એ આવે એમાં આશ્ચર્ય પણ શું ? ધર્મ ક૨વાનું ધ્યેય એ હોવું ન જોઈએ.
ધર્મી પોતાને નીરોગી ઇચ્છે કે જેથી ધર્મસાધના સારી રીતે કરી શકાય પણ તેમ છતાંય અશુભના ઉદયે રોગ આવે તો એનો દોષ એ ધર્મ ઉપર ન ઢોળે.‘કુટુંબ આદિ ન જોઈએ. પણ જો મળે તો ધર્મને અનુકૂળ મળે એમ ધર્મી ઇચ્છે. સાધન મળે તો અનુકૂળ મળવાનું ઇચ્છે છે કે જેથી ધર્મ સધાય પણ સાધન ન મળે અથવા ઊલટું સૂલટું મળે તો પણ ધર્મી આત્મા, ધર્મ તરફ કુદૃષ્ટિ ન કરે કારણ કે, એ પોતાની જ ખામી માને : પણ આ વસ્તુ ધ્યેયશુદ્ધિ થાય તો જ બને. વિચિકિત્સાનો બીજો એ પણ અર્થ છે કે, ‘સદાચારમાં રહેલા મુનિઓના મેલાં વસ્ત્ર કે ગાત્ર જોઈને, ‘આ સાધુઓ અસ્નાનના યોગે પરસેવાથી કિલન્ન બની ગયેલા મલના