________________
૨૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
. 859 એકડિયાના પરીક્ષક પણ કેવા હોય ? એ બાળક સામે આંખ ન કાઢે. પ્રશ્નો, હસતું મોઢું રાખી પૂછે. આંખ કાઢે તો બાળક ડરનો માર્યો આવડતું હોય તે પણ ભૂલી જાય. એ પરીક્ષક પણ આટલું સમજે છે. પરીક્ષા લેતાં વહાલ એવું દેખાડે કે બાળકને લાગે કે જાણે મા-બાપ આવ્યાં. એ રમાડતો જાય ને પરીક્ષા લેતો જાય. પૂછે એવી રીતે કે બાળકને ન આવડતું હોય તોયે આવડી જાય.
સભાઃ “વિદ્યાર્થીને નાપાસ કરવાની દાનત પરીક્ષકની હોય કે નહિ ?
નાપાસ કરવાની દાનત હોય એ પરીક્ષક ન કહેવાય. નવો વિદ્યાર્થી ગમે તેવો હોશિયાર હોય તોયે જે પુછાતું હોય તે જ પુછાય. નવદીક્ષિત માટે પણ વિધિ કે ગુરુ પોતે ઊઠીને એને ભિક્ષા આપે અને સારામાં સારી ચીજું એને આપે. બે દિવસ એમ કરે પછી ત્રીજે દિવસે પેલો આપોઆપ સમજી જાય.
સંપ્રતિરાજાની વાત જાણો છો ને ? કેવળ ખાવા માટે જ દીક્ષા લીધી હતી. આર્યસુહસ્તિ સૂરિમહારાજાએ જાતે સારામાં સારી ચીજ આપી. પેલાને થઈ ગયું કે અહો ! કેવો આ ધર્મ ! જેના યોંગે રાજાને પણ પૂજ્ય એવા ગુરુ ભગવંત જાતે મને બધું આપે છે. ભિખારી છે, કાંઈ સમજતો નથી પણ આ ભાવના આવીખાધું અને રાત્રે અજીરણ થયું-મોટા શેઠિયાઓ સેવા કરવા લાગ્યા. જાણતા હતા કે ભિખારી છે. તો પણ પગચંપી કરે છે. ભિખારી પણ વિચારે છે ટુકડો નહોતા આપતા તે આજે પગચંપી કરે છે. ખરેખર કેવો ઉત્તમ ધર્મ છે ! આ ભાવનાના યોગે ત્યાંથી મરીને સીધો સંપ્રતિ થયો. “ખાવા આવ્યો છે ?” એમ ગુરુએ કહ્યું હોત તો ? | મા રુષ અને મા તુષ એટલું પણ જેમને ગોખતાં નહોતું આવડતું, નાના છોકરાંઓ પણ જેમની મશ્કરી કરતાં હતાં તે માષ તષ મુનિને ગુરુ કહેતા કે હોય, પાપનો ઉદય છે તેથી એમ થાય-પણ ગોખો ! એમાં જ આત્મકલ્યાણ છે. ગુરુના વચન પર શ્રદ્ધા રાખી ગોખ્યા કર્યું તો એમણે છ મહિનામાં કેવળજ્ઞાન મેળવ્યું. ચોથા આરામાં પણ આમ હોય તો આ કળિકાળની શી વાત ? બાળમુનિ અતિમુક્તકનો વૈરાગ્ય :
કાણાકૂબડા તોયે પોતાના દીકરાને ફેંકી ન દેવાય. એ જ રીતે જૈનથીસમ્યગુદૃષ્ટિથી પોતાના સંતાનના કે કોઈના પણ વૈરાગ્યને વેડફી ન નખાય પણ એને ખિલવાય. આજનાઓની વાત જુદી છે. કોઈ આવીને મને કહે ભગવાન મહાવીરે તો કાનમાં ખીલા ઠોકાયા તોયે સહન કર્યું માટે એવી સહનશીલતા હોય તો જ સાધુ થવાય, તો આજે મારે ઓઘો મૂકી દેવો પડે. એ સામર્થ્ય લાવવું ક્યાંથી ? ભગવાને તો એક રાત્રિમાં વિસ ભયંકર અને બીજા