________________
637 – ૫ ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય? -45 – કચ્છ ધર્મ એ ફુરસદ મળે ત્યારે જ કરવાની ચીજ નથી.
અનુકૂળતાએ ધર્મ કરે એમાં વિશિષ્ટતા શી ? એ ઠીક છે કે અનુકૂળતાએ પણ ધર્મ નહીં સાધનારા કરતાં, અનુકૂળતાએ પણ સાધનારા સારા; પણ એના ઉપર વિશ્વાસ રાખી આગળ ન ચલાય. “ભય ન આવે ત્યાં સુધી હું રક્ષક, અટવી લંઘવી હોય તો ભલે આવે” આવું કહેનારને સાર્થવાહ કહેવાય ? ભય ન હોય ત્યારે જ રક્ષામાં સાર્થવાહપણું મનાતું હોય તો તો સૌ સાર્થવાહ થાય; સાર્થવાહ તો તે કહેવાય છે, જે આપત્તિ વખતે રક્ષા કરે. એ જ રીતે જે એમ કહે કે, અમને હરકત ન આવે, કંઈયે વિઘ્ન ન નડે અને અમારા ટાઇમમાં વાંધો ન આવે તો જ અમે ધર્મ કરીએ; પણ અમારું બગાડીને ધર્મ ન કરીએ” આવાનો વિશ્વાસ કેમ રખાય ? - સાધુને આપત્તિ નથી, મજેથી બેઠા છે, ત્યારે વંદન કરવા આવે, એમાં આશ્ચર્ય શું ? ધાડ પડી એમ ખબર પડે ત્યારે આવનારા કેટલા ? અનૂકૂળતા જોનારાના આધારે ધર્મ ચાલે નહિ; ટકે જ નહિ, અનુકૂળતાને માનનાર ધર્મની કિંમત વધુ માને છે કે પોતાની ? પહેલાં પોતાને માનનારો અને ધર્મને પછી માનનારો ધર્મને કઈ રીતે ઉજાળશે? આજે આ દોષો તો ભારોભાર પડ્યા છે. આથી જ પૂછું છું કે ધર્મને કઈ દૃષ્ટિએ તમે સારો માનો છો ? સારો છે તો કાયમ માટે કરવાનો હોય, ફુરસદે જ એમ નહિ. ફુરસદ ન હોય તો એના માટે લાવવી જોઈએ. દુનિયાના કામને કહેવાય કે, “હાલ નહિ, ધર્મ સધાયા પછી તમે, તમને મેળવવા ધર્મ ન ગુમાવાય.'
આજ તો કહે છે કે, “મોસમ વખતે ધર્મને આઘો રાખવો; મોસમમાં કમાઈ લેવું પછી સુખે સુખે ધર્મ કરવો.’ હું પૂછું છું કે, મોસમમાં ધર્મને આઘો મૂકનારા ધર્મના રાગી છે ? નહિ જ, કારણ કે, “મોસમમાં મરી ગયા તો ?' દુનિયાની મોસમ યાદ આવે છે તો શાસ્ત્ર આખા મનુષ્ય જીવનને ધર્મની મોસમ કહે છે. લોક દુનિયાની મોસમ કોને કહે છે? પાક ઘણો હોય, વકરો ઘણો હોય, ઘરાકી ઘણી હોય, આવક સારી હોય, ખરીદનારા ઘણા હોય, એને જ ને ? હા, તો શ્રી જિનેશ્વર ભગવાને મનુષ્યજીવનને ધર્મની મોસમ કહી છે, કેમ કે, એ જીવનમાં સામગ્રી બહુ છે, સાધ્યને સાધવાનાં સાધન ઘણાં છે; આવી ધર્મમોસમને પેલી મોસમમાં સુવાડી દેનારને ધર્મનો પ્રેમ કયા ખૂણામાં છે ?
શ્રી જિનેશ્વરદેવની પૂજા ન થાય ત્યારે આંખમાં પાણી ન આવે ? ખાવાનું ભાવે ? આવું કદી થાય છે ? કમાણી ન થાય તે દિવસે શું થાય છે ? ધર્મ પર આપત્તિ આવે તો કાંઈ નહિ અને ઘરમાં બે-પાંચ હજાર જાય તો ? ધર્મની