________________
૯૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વાતમાં કહી દે કે, “ભાવિ, ભગવાન કહી ગયા છે કે, પંચમ કાળમાં પાખંડીઓ પાકવાના છે.' આવાના આધારે ધર્મ જીવે ? નહિ જ. આથી જ કહું છું કે, ધર્મમાં કેવળ ફુરસદિયા જ ન જોઈએ !
આજે તો કેટલાક નિયમ એવો લે કે, “હોટલ ન આવે અર્થાતું ન મળે તો જ ન પીઉં.” એ શું નિયમ છે ? જંગલમાં ક્યાં ચા પીવા જવાનો હતો ? હોટલ માર્ગમાં આવે એટલે મળે તો ખરી જ ને ? પણ ત્યાં ચા છોડે ત્યારે જ ખરું. એ જ કસોટીનો સમય છે.
ચોરીના નિયમમાં રસ્તામાં પડેલી ચીજ સામે શ્રાવક જુએ પણ નહિ, એમ ' છે ને ? લાખ રૂપિયાનો હીરો પણ શ્રાવક રસ્તામાંથી ન લે ! શ્રાવકની આંખ નીચે ઢળેલી રહે તે શા માટે ? જીવ જંતુ મરે નહિ તે માટે. એવું જોનારની આંખે હીરો દેખાય જ નહિ એમ ન માનતા. પરંતુ તે પુણ્યવાન તો હીરો જુએ કે કીડી મંકોડી ? આજના તો એવા છે કે, રસ્તાની પાઈ પણ ન છોડે. પાઈને પગ તળે . દબાવી, કાંટો વાગ્યાનો ડોળ કરી, કાંટો કાઢવા જેવું બતાવી, પાઈ ઉપાડીને ચાલવા માંડે, આ દશા છે. જે પાઈ માટે ધર્મ ભૂલે તે શાસનનું શું ઉકાળે ? ઠીક છે, ઓઘ દૃષ્ટિએ રાગ છે તે કોઈ વખતે ખીલશે માટે અવગણના નથી કરતો, પણ એનાં વખાણ કઈ રીતે કરાય ? સાધર્મિક ભક્તિ કરો છો ?
લક્ષ્મી તથા સંસારની અસારતા માટે ઘણું કહેવાયું, ત્યાગ માટે તથા સાધર્મિક ભક્તિ માટે પણ ઘણું કહેવાયું, પણ અમલ કયો કર્યો એ બતાવો ! સાધર્મિક પોતાનું હૈયું ખોલીને વાત કરવા આવે એવી કોઈએ એને તક આપી ? પોતાની ઉત્તમ ભાવના વ્યક્ત કરવાથી તેને શાંતિ, વિશ્રાંતિ અને સહાય મળવાની એને કોઈએ ખાતરી આપી ? લાગતાવળગતા ચાર સાધર્મિકને કોઈએ કહ્યું કે, “ફીકર ન કરો ! અમારા પાલનની જેમ તમારું પણ પાલન કરશું' આપત્તિ વખતે સંકોચ વિના ચાલ્યા આવજો - એમ કહ્યું ?
શ્રી કૃષ્ણ મહારાજાએ આખી દ્વારિકામાં દાંડી પિટાવી હતી, તમે પાડોશમાં તો પિટાવો ! ચાર લાગતાવળગતા સાધર્મિકને તો સેવો ! સહાયના અભાવે ધર્મની આરાધનાથી કેટલા પાછળ હઠ્યા એ જોયું ? પાસેના પાંચ પડોશી ન સચવાય ? મહેલાનો શ્રીમાન, વાતો મોટી કરે અને પોતાના મહોલ્લાની પણ આપત્તિ ન ટાળે એ શું ? વારુ, ધર્મના ફળમાં વિશ્વાસ છે ? સાધર્મીને આપેલા સો, બસો, પાંચસો જવાના નથી એવો વિશ્વાસ છે ? કદી દૈવયોગે એ રૂપિયા સાધર્મિક ઉન્માર્ગે વાપરે તો પણ તમારું હિત તો ખાતરીપૂર્વક છે, એ વાતની