________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ? - 45
ખાતરી છે ? આવી ખાતરી વિના અને પ્રભુશાસન ઉપર સુંદર શ્રદ્ધા વિના, - ‘ફાવે ત્યારે અને ફુરસદે તથા ઠીક પડે તો કરું' આવી માન્યતાથી કરેલા ધર્મનું તત્ત્વદૃષ્ટિએ ફળ પણ શું ?
ખોટા બચાવ ન શોધો ?
639
૬૯
સભા ‘સાધર્મિકને એમ ને એમ સહાય કરવાથી એ એદી બને - એવી આજની દલીલ છે એનું શું ?’
એ બધી કૃપણતાની વાતો છે. એમ તો કહેનારા કહે છે કે, ‘દાન દેવું એ દંભનું પોષણ છે.’ એવું પણ કહેનાર પડ્યા છે કે, ‘સાધુએ પોતાની આજીવિકા પોતે ચલાવવી જોઈએ. પણ પારકા ઉપર જીવવું નહિ.’ આવી વાહિયાત વાતો કરનારા તરફ જોવાનું આપણું કામ નથી. આ શાસનને બરાબર સમજો એટલે આપોઆપ બધું જ સમજાશે. શ્રી જિનેશ્વરદેવના ધર્મને અનુસરવો હોય તો ઇતરને ભૂલી જાઓ. ‘ગરીબને બે પૈસા આપવાથી એદી થાય' એવું વિચારવાની બુદ્ધિ પૂર્વના મહાપુરુષોમાં નહોતી ? આ તો એવું થયું કે, ‘શિષ્ય એમ વિચારે કે, ‘ગુરુની ભક્તિ કરું તો ગુરુ એદી થઈ જાય.' આજે આવા વિચારો આવ્યાં ક્યાંથી ? તિજોરીમાંથી કાઢવું પડે છે માટે એ વિચારો આવ્યા. શાસ્ત્રમાં વિધિએ લાખ્ખોનાં દાનના દાખલા આવે છે, સાધનસામગ્રી આપ્યાના દાખલા આવે છે, ઉછાળીને આપવાના દાખલા આવે છે, પણ દાનથી દુનિયા એદી બને એવી શિખામણ આપ્યાનો એક પણ દાખલો છે ? ધર્મ અને દુનિયાનો ભેદ સમજો. સંસાર પામ્યો અને ધર્મ પામ્યો એમાં ભેદ છે. પૈસા ધીર્યા અને પૈસા દીધા એમાં કાંઈ ફેર જણાય છે ?' દેવું તે જ દાન નથી, એ કારણે આગળ વધવું પડશે. જો દેવું તે જ દાન હોય તો તો બધા જ દાનેશ્વરી થઈ જાય, માટે દેવું તે જ દાન નથી પણ મૂર્છા ઉતારીને ઉપકારની બુદ્ધિએ દેવાય તે દાન. અનુકંપા તરીકે ‘જેને આપીએ તે શું કરશે ?' એ ન જોવાય. એવી જોખમદારી લેવાય તો એક પાઈ કોઈને ના અપાય. અનુકંપાદાન કુપાત્ર માટે છે. સુપાત્ર માટે તો ભક્તિ છે. સુપાત્રને હાથ જોડીને ‘અમને તારો, અમારો ઉદ્ધાર કરો. અમારો વિસ્તાર કરો.’ એમ કહેવાનું છે. ત્યાં ‘લે અલ્યા ! લઈ જા !' એમ નથી કહેવાનું અને કુપાત્રમાં અનુકંપા છે. મૂર્છા ઉતારી, સામાનું કલ્યાણ થાય તેવા તેને સંસ્કાર આપી દાન દ્યો. ‘સર્વે સુખી થાઓ, નિરારંભી થાઓ' – એ ભાવના કેળવો, એવું કહો, એ રીતે દાન દ્યો. ગાયને છોડાવતાં, ‘પૈસાથી એ કસાઈ શું કરશે’ - એ વિચાર ન થાય. હા, કોઈ પણ સ્થળે વિવેકબુદ્ધિ ન ગુમાવીએ, એ વાત પણ સાથે જ છે.