________________
૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
640
ધર્મમાર્ગે ચડાવવામાં જ મુશીબત ઃ
આખો સંસાર પાપથી ઘેરાયેલો છે. હિંસાની વાડમાં અહિંસા છુપાયેલી છે : અસત્યના કિલ્લામાં સત્ય છુપાયેલું છે : ચોટ્ટાઓના ટોળામાં અસ્તેય ધર્મ સાધવાનો છે : વિષયાસક્તોના ટોળામાં રહી બ્રહ્મચર્ય પાળવું છે : વાસનાનો પાર નથી, દુનિયા મોહમાં ફસાયેલી છે, વિષયકષાય ભારોભાર ભર્યા છે, એમાં સાધવું છે. આ દશામાં આંખ મીંચ્યા વિના છૂટકો નથી.
સાથિયામાં પહેલાં ચાર પાંખડાં શા માટે ? ચાર ગતિથી છૂટવાનું સૂચવવાં. ત્રણ વસ્તુના યોગે જ્યાં જવું છે ત્યાં જવાય ક્યારે ? ચાર ભુલાય તો ને ? હિંસા ભુલાતી નથી અને અહિંસા ડગલે ને પગલે ભુલાય છે. કોઈનું માથું કેમ કપાય એ ભણવું પડે ? અસત્ય બોલવા માટે ભણવાની નિશાળ હોય ? નહિ, એવું તો પ્રાયઃ શીખેલો જ છે. પાણીને ખાડામાં લઈ જવા પ્રયત્ન કરવો પડે? ના, એ તો સીધું જ જાય ! ત્યારે ઊંચે લઈ જવા માટે વિધિવિધાન કરવાં પડે. તેમ જીવો નીચે તો જઈ જ રહ્યા છે. પણ ઊંચે ચડાવવા માટે તો વિધિવિધાન કરવાં પડે ને ? શું આત્માને દુનિયામાં રૂલાવવા બાકી છે ? નહિ જ, કારણ કે, રૂલેલા તો છે જ ! પૈસાના મોહ પમાડવાની બુદ્ધિની જરૂર છે ? નહિ, કારણ કે, એ મોહ તો છે જ. કામ ભોગમાં તો લીન છે જ. મુશીબત બધી ધર્મમાં આવે છે !’
શુદ્ધ ધર્મના પ્રણેતા શ્રી જિનેશ્વરદેવના વચનમાં નિશ્ચય ન થાય એ શંકા છે અને શ્રી જિનમત સિવાય અન્ય મતની અભિલાષા એ કાંક્ષા છે. એ બે દોષો આજના મોટા ભાગને ગળે વળગેલા છે. શંકા-કાંક્ષા ક્યાં થઈ એનું પણ ભાન નથી. સુમત અને કુમતનું પણ જ્ઞાન કે ભાન નથી. વારુ, તમને ચોખ્ખી વૈરાગ્યની વાતો ગમે કે રાગામિશ્રિત ? હું કહું છું કે, રાગમિશ્રિત વૈરાગ્યની વાત જૈનદર્શનની નથી પણ કુમતની છે; પણ એટલી ઝીણવટમાં હું તમને અત્યારે લઈ જવા માંગતો નથી; એ વાત સમજવી બહુ કઠિન છે, એટલે બાળક પણ સમજે તેવી મોટી મોટી વાત કહું છું. તમે ઘરમાં પણ ડાંડી પિટાવી છે કે, ‘ભગવાનનું શાસન સુરતરુ છે, અનુપમ છે, જે સાધે તે પુણ્યવાન, જેને સાધવાની ભાવના થાય તે પણ પુણ્યવાન, હું ન સાધી શકું તો પણ જેને સાધવું હોય તેને હું સહાયક છું' આવું કહ્યું ? નગરીમાં નહિ, સમાજમાં નહિ, પણ ઘરમાંય નહિ ? અરે, હૈયામાં પણ એમ વિચાર્યું ? આટલું પણ નહિ કરવા છતાં કહેવું કે, ‘અમે ધર્મી !' એવાઓને કંઈ કહેવાય પણ નહિ. એ કેવી દશા ?
જૈનધર્મ કેવળ ફુરસદિયાઓને નથી. એ તો ચોવીસે કલાક સામે રહેવો જોઈએ. દુનિયાની કાર્યવાહીમાં પણ નજર સામે એ જ હોય. જો એમ ન હોય