________________
૫૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1144
છૂટું ન હોય. આ મૂળગુણોને શોભાવવા ઉત્તરગુણોનું અખંડિત સેવન મુનિ કરે. આ મૂળગુણો ગૃહસ્થ તો દેશથી પણ પાળે. દેશથી પાળવામાં ગૃહસ્થને હ૨કત નથી. જેટલા અંશે પાળે તેટલા અંશે ધર્મ. એ ગુણને સંપૂર્ણપણે પાળવા જેવા માને અને એ રીતે પાળવાનો સમય ક્યારે આવે ! એવું ઇચ્છે, એ બધા સંઘમાં રહી શકે. પરંતુ જ્યાં એના પ્રત્યે સદ્ભાવ નથી ત્યાં સમ્યક્ત્વ પણ નથી. પીઠિકામાં સામાન્ય પ્રકારે પ્રવૃત્તિ હતી. અહીં વિશિષ્ટ પ્રકારે પ્રવૃત્તિ છે. સંસારને સા૨ો માનીને પાલન કરાય એવો એક પણ મૂળગુણ નથી.. બેંકમાં ગરબડ થાય એટલે પાંચેયમાં થાય. શ્રાવકના મૂળગુણમાં અનેક ભેદ પડે. એ બાર વ્રત પણ લે અને યાવત્ એક વ્રત પણ લે. મનથી, વચનથી કે કાયાથી એમ ગમે તે એક યોગથી, ફાવે તે રીતે પાળી શકે; પણ મુનિના મૂળગુણમાં ભેદ નહિ. એને તો પાંચેય મહાવ્રત ત્રણેય યોગથી અને ત્રણેય કરણવડે જિંદગીભર પાળવાનાં. એના પાલનમાં કોઈ શિથિલ પણ થાય તોયે તે પોતાની પામરતા જાહેર કરે તો તેને અહીં સ્થાન છે પણ ‘જેવો સમય’ એમ કહે તો એવી પોલ અહીં ન ચાલે. ‘પળાતું નથી, પાળે તેને ધન્યવાદ, પણ વસ્તુ તો એ જ સાચી' એમ કહે એ નભે પણ સમયનું બહાનું ન નભે. ‘મહાવ્રત પાળવાનો આ કાળ નથી, પાંચ મહાવ્રતમાંથી કોઈ ઓછું વધુ પાળે તો વાંધો શો ?' એવું બોલનારો આ શાસનમાં ન નભે. અરે ! પાળવા છતાં પણ હૃદયમાં એમ માનતો હોય કે ‘નથી પાળતા તો મુનિ તરીકે પંકાતા નથી માટે પાળવું પડે, બાકી આ જમાનામાં આવું બધું કાંઈ પાળી શકાય નહિ;' તો આવી માન્યતાવાળો તો નહિ પાળવાવાળા કરતાંયે ભયંકર છે કેમકે એ તો એક રીતે ઝેર જ વરસાવે છે. પેલા તો નથી પાળતા એટલું જ પણ આ તો દેખાવ પાળવાનો કરે છે અને ‘એમાં છે શું ?’ એમ માને છે.
ન
સભા : પાંચ મહાવ્રત ખંડિત થયાં હોય એવો પણ સાધુ શ્રાવક કરતાં તો સારો
ખરો ને ?’
કોટ્યાધિપતિ દેવાળું કાઢે છતાં સેંકડોપતિ કરતાં તો સારો ને, એમ કહેવાય ? સારાપણું ક્યાં સુધી, એની પણ મર્યાદા હોય ને ? શાસ્ત્ર કહ્યું કે ઉત્તરગુણમાં શિથિલતા નભાવી લેવાય, વખતે દ્રુધ-માન-માયા-લોભની માત્રા વધી જાય કે એમાં તરતમતા હોય તે નભે પણ મૂળગુણમાં જરા પણ પોલ ન ચાલે.
સભા ખોરું થી દીવેલથી પણ જાય ?’
દીવેલ તો કામમાં લેવાય એને ખોરું ઘી ફેંકી દેવું પડે. ખોરા ઘીની ચીજને