________________
૮ : ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, મહા સુદ-૨, શુક્રવાર, તા. ૩૧-૧-૧૯૩૦
48
• વિવેકનાશનું પરિણામ :
ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો ! • હિતની દરકાર વિનાની ક્ષમા : • આજની દશા : .
સાચા ગુણ મેળવવામાં જ મહેનત પડે છે : • સિંહની શૂરતા અને હાથીની સાવધાની :
પ્રીતિ અને ભીતિ ઉભય જોઈએ : • અવસરે બધું જ કામ લાગવું જોઈએ :
કોણ ક્યારે કલ્પતરુ, ક્યારે કંટકતરુ ? • ધર્મ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની : • યોગ્યને બધું જ હિતકર બને ! • ત્યાગની તૈયારી તો જોઈએ જ :
વિવેકનાશનું પરિણામ .
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની મેરૂ સાથે સરખામણી કરતાં ફરમાવી ગયા કે, જેમ મેરૂની પીઠ વજરત્નમયી છે, તેમા શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શનરૂપી વજરત્નમયી છે. મેરૂની પીઠની જેમ એ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. શંકાદિ દોષરૂપ વિવર (પોલાણ) ન હોય તો સમ્યગ્દર્શનરૂપ પીઠમાં દઢતા આવે. દોષ પાંચ છે એમાં શંકા, કાંક્ષા અને વિતિગિચ્છાનું સ્વરૂપ આપણે વિચારી ગયા. ચોથો દોષ મિથ્યામતિના ગુણની પ્રશંસા કરવી” એ છે અને એ દોષની વિચારણા ચાલી રહી છે. એ દોષના સેવનથી મિથ્યામાર્ગની પુષ્ટિ થાય છે. એથી જનતા સન્માર્ગને બદલે ઉન્માર્ગે દોરાયા છે. ગુણ તરીકે ગુણ જરૂર પ્રશંસાપાત્ર પણ.
જ્યાં ગુણ હોય તે બધા પ્રશંસાપાત્ર છે એ કાયદો નથી. ગુણની પ્રશંસનો નિષેધ નથી પણ અયોગ્ય વ્યક્તિની પ્રશંસાનો નિષેધ છે. ગુણના નામે અયોગ્ય વ્યક્તિને ઉદ્દેશીને પ્રશંસા ન થાય. ગુણની પ્રશંસાની હરકત નથી. પણ ગુણને