________________
૧૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
676
સારી જગ્યા મળે ત્યાં સુધી; માલૂમ પડે કે હવે જગ્યા નથી કે તરત મહારાજને અને આગમને ખમાસમણા દઈ ચાલ્યો જાય.
ગુણરાગી કેટલો વિવેકી હોય ? બહારની ક્રિયાથી એ મૂંઝાય ? દાન, શીલ, તપ અને ભાવના સ્વરૂપને એ બરાબર સમજે કેમ કે એ દરેકની પાછળ અનેક પ્રકારના ભાવો કામ કરતા હોય છે. પ્રશંસા ક્યા દાનની ? વેપારી ગ્રાહકને ચા, પાય, પાન ખવરાવે એ દાન છે ?
સભાઃ “ઉચિત દાન નહિ ?”
ના ! મહેમાનને કે ઓળખીતાને ચા પાય એ હજી ઉચિત દાન. આ તો ચાના ગરમાવામાં મૂંઝાવી એની પાસેથી મનમાનતા પૈસા કઢાવવા માટે પાયે છે. એથી ઉચિત દાન પણ ન કહેવાય.
ગુણોનું માપ કાઢો. જેમાં તેનાં ગુણગાનથી તો દુનિયાનું ઊંધું વળે છે, આ દોષ ધર્મના સ્વરૂપથી અજ્ઞાન જૈન સમાજમાં રગે રગે પ્રસર્યો છે. પુણ્યવાન કોઈ વીરલા બચ્ચા હશે અયોગ્ય સ્થાને રહેલા ગુણની પ્રશંસાથી સ્વપરનો નાશ થાય છે માટે એનાથી અવશ્ય બચવું જોઈએ.