________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી જિનેશ્વરદેવના વચનમાં પ્રાણાંતે પણ શંકા ન થવી . જોઈએ. ક્ષયોપશમની મંદતાના યોગે ન સમજાય એ બને, પણ તેથી એ એમ ન વિચારે કે -‘આવું તે હોય ? આપણા મગજમાં ઊતરતું નથી અને આપણને નથી સમજાતું માટે એ કેમ બની શકે ?’
૧૭૨
742
એ જ રીતે બાહ્ય ગમે તેવા આડંબરથી પણ એને પરમતની અભિલાષા ન થાય. પ્રભુશાસનની જ્યોતિ પ્રકાશવંતી જ છે પણ કાળના મહિમાથી આપણી અલ્પ નજરે એ ન દેખાય, છતાં પરમતની અભિલાષા તો ન જ કરાય.
વળી ધર્મના ફળમાં સંદેહ ન ૨ખાય. જે ધર્માનુષ્ઠાન કરતા હોઈએ કે કરવાનું હોય, તેનું જે ફળ જ્ઞાનીઓએ બતાવ્યું છે, તેમાં જરા પણ સંદેહ ન રાખવો જોઈએ.
ગુણાનુરાગ બહુ જરૂરી છે. એ બરાબર કેળવવાનો જ છે, પરંતુ ગુણાનુરાગના નામે જ્યાં ત્યાં ન ઝુકાય, એ ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી છે. આજે ગુણાનુરાગના નામે ઘોર મિથ્યાત્વનો પ્રચાર થઈ રહ્યો છે. જેના ગુણોની પ્રશંસા કરવી છે, એ વ્યક્તિ કેવી છે, એ ન જુએ તેને સમજદાર કોણ કહે ? શાસ્ત્ર એવી પ્રશંસા કરવાની ના પાડે છે, પણ આજે તો કેટલાક કહે છે કે આપણે તો ગુણ જોવા, ગુણ ક્યાં ૨હેલા છે, એ જોવાની જરૂર શી ?’ આવું બોલનારા કાં તો અજ્ઞાનીઓ છે અથવા દંભી છે. જો આ રીતે જેની તેની પ્રશંસા કરવામાં આવે કે જેની તેની આગળ ઝૂકવામાં આવે તો ઉઠાવગીરો ગુણનો દેખાવ કરી તમને ઝુકાવે અને લોકો માને કે આ બધા તો યોગ્ય સ્થાને જ ઝૂકનારા હોય તેથી તમારી પાછળ દોરવાઈ પેલા ઉઠાવગીરના પડખે ચડી ઉન્માર્ગે ખેંચાઈ જાય તો એ પાપના ભાગીદાર કોણ ? માટે ગુણરાગી જરૂર બનવું પણ ગુણી સુપાત્ર જોઈએ. કુપાત્રના દેખીતા ગુણોને જરા પણ વજન ન અપાય. ગુણનું અનુમોદન હૈયામાં જરૂ૨ થાય પણ પ્રશંસા તો વ્યક્તિ યોગ્ય હોય તો જ કરાય, નહિ તો મરતાં પણ ન કરાય. ગુણાનુરાગ રાખવાનો, પણ એના નામે ગાંડપણ ન આવવું જોઈએ. એ જ રીતે મિથ્યામતિનો પરિચય પણ ન કરવો.
મિથ્યામતિ જીવો ઘણા પ્રકારના છે. કેટલાક જીવો ઓઘ મિથ્યાદૃષ્ટિ હોય છે. એમને ધર્મ સાથે બહુ લેવા દેવા નહીં. દેવ, ગુરુ, ધર્મનો કશો ખ્યાલ જ ન હોય. એ બીજાને ‘મારા દેવ સાચા અને તારા ખોટા' એવું કશું સમજાવવાની પંચાતમાં પડતા જ નથી, એવાના પરિચયથી હજી બહુ નુકસાન ન થાય. કેટલાક મિથ્યાદ્દષ્ટિ જીવો એવા હોય છે, જે પોતાના મંતવ્યને પ્રચા૨વા અને