________________
૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો !
53
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૭, બુધવાર, તા. ૫-૨-૧૯૩૦
• દેઢ સમ્યક્ત રૂઢ ક્યારે બને ? • જડ-ચેતનનો વિવેક : • સાચો શાહુકાર કોણ ? • શ્રી સંઘ પૂજ્ય છે, પણ એની ઓળખ જરૂરી છે : • સંસારની વાસનાનું પરિણામ :
ઉદય કોણ કરે ? ભગવાન શ્રી મહાવીર દેવના આત્માનું દૃષ્ટાંત : ધનાં નેત્રો કેવાં હોય ?
વ્યાખ્યાન કઈ રીતે સાંભળશો ? • પાપના રસિયાઓને સાધુઓ નડતરરૂપ લાગે :
દઢ સમ્યક્ત રૂટ ક્યારે બને ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ મેરૂ પર્વતની પીઠની જેમ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ એમ ફરમાવી ગયા.
શંકા, કાંક્ષાં, વિચિકિત્સા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્યામતિનો પરિચય, એ પાંચ દોષોથી એ પીઠમાં પોલાણ થાય છે અને એ પાંચ દોષો ટાળવાથી એ પીઠ દૃઢ બને છે. સમ્યગ્દર્શન એ આત્માનો ગુણ છે, એને વિકસાવવા અથવા સ્થિર કરવા આ પાંચેય દોષોનો ત્યાગ કર્યા વિના છૂટકો નથી. જેને સમ્યગ્દર્શનની કિંમત છે તે એમ ન માને કે-“આવી ઉત્તમ ચીજ છે; તો તેનો નાશ કેમ થાય ?' કીમતી ચીજોનો નાશ જલદી થાય, કારણ કે તેને માથે જોખમ ઘણાં છે; તેના ઉપર ઘણાની બૂરી નજર હોય છે. સામાન્ય ચીજ ગમે ત્યાં પડી રહે, તેને કાંઈ વાંધો ન આવે. ત્રાંબાનો પૈસો ખિસ્સામાં પડી રહે પણ સોનામહોર માટે તો પાકીટ જોઈએ. જેમ વસ્તુ કિમતી તેમ તેની રક્ષાની ચિંતા વધારે. માટે સમ્યગ્દર્શનરૂપી પીઠને દઢ બનાવવા ગ્રંથકાર પાંચેય દોષોથી બચવાનો ભારપૂર્વક ઉપદેશ આપે છે.