________________
૧૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અનુસરતી પ્રવૃત્તિ જ અહીં થશે. આગમથી વિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ નહીં થઈ શકે. અમારાથી પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ હોત તો પાછી ખેંચવા, માફી માગવા તૈયાર છીએ. ધારાસભામાં અંગ્રેજો પણ ભૂલથી બીજી વાત બોલાઈ હોય તો પાછી ખેંચે છે. કાનૂન પાસે એ પણ પોતાનો ટોપો ઉતારે છે. આ પૉલિસીથી સરકારનું રાજ્યતંત્ર ચાલે છે. જેટલા ઉધામા આ રાજ્યતંત્રને ખસેડવા થયા છે તેટલા કોઈ માટે થયા નથી. છતાં જોઈએ છીએ કે વાયુસંચાર પણ થઈ શકતો નથી. બહાર ગમે તેટલી બૂમરાણ મચે પણ એ સરકારનું એક પણ ખાતું બંધ નથી. એનો વહીવટ જોઈ બધા સારા માણસોને બરાબર છે” એમ કહેવું પડે છે. કાયદાની બારીકી પાસે પોતાના ખોટા શબ્દો પાછા ખેંચતાં એને શરમ નડતી નથી. સત્તાસ્થાનેથી કરાયેલો નાના અમલદારનો હુકમ એનાથી દસગુણા પગારવાળો પણ પાળે જ. બસોનો પગારદાર મૅજિસ્ટ્રેટ મોટા પોલીસ અધિકારીને અમુક ગુનેગારને પકડવા કે કબજે રાખવા હુકમ કરે તો એને એનો અમલ કરવો જ પડે. સભા: “અહીં તો બધી વાતો જુદી જ છે. આવા સંયોગોમાં તો કોન્ફરન્સ
પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ.’ એવું ન બોલો; રાજીનામું શું કામ આપે ? આપણે તો કહીએ છીએ કે પ્રમુખ પ્રમુખપદને દીપાવે. આવા સમયે રાજીનામું આપવાનું ન હોય, સેવા કરવાની હોય. ભણેલાઓએ પોતે જેને અભણ કહે છે એવા પ્રમુખની નિશ્રા લીધી છે. મંદિર અને મૂર્તિને માટે ગમે તેમ બોંલનારાઓએ મંદિરના ઉપાસક અને વહીવટદાર પ્રમુખની નિશ્રા સ્વીકારી છે. એમને રાજીનામું આપવાનું આપણે કેમ કહીએ ? આ પ્રમુખ તો કચ્છી કોમના આગેવાન છે. એ રાજીનામું ન આપે. એ તો કહે કે મારી બધી સત્તાનો અમલ કરીશ. એમણે તો ધર્મવિરોધીઓના વિરોધનો નશો ઉતારી નાખવો જોઈએ. જેટલા ગોટાળા થયા હોય તેના હિસાબ માગવા જોઈએ; ગુનેગારોને નશીયત કરવી જોઈએ. પ્રમુખ તો ધારે તો બધું જ કરી શકે. અસ્તુ
હવે સમ્યગ્દર્શન રૂઢ કેમ થાય તે સંબંધે વધુ વિચારીએ :