________________
739
– ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 - ૧૬૯
આપણી ફરજ ઃ
મારો મુદ્દો એ છે કે – પ્રભુની મૂર્તિને, મંદિરને, આગમોને, સાધુઓને આવા લોકો બહારની દુનિયા પાસે કેવા કદરૂપા ચીતરવા માગે છે, એનું એ બિચારાઓને ભાન જ નથી. નહિ તો જૈન જાતિમાં જન્મેલાઓના આવા હીન વિચારો હોય ? કોઈ શ્રાવક આવીને એમ કહે કે-“ફલાણાએ અવિધિ કરી” તો સાંભળનાર કહે કે-ભાઈ! એનો ઇરાદો શો હતો ? ભક્તિનો ? તો પ્રસંગે એને સમજાવાય પણ ભક્તિનો નિષેધ ન જ થાય. આ બધી વાતો હું હજી બહુ શાંતિથી બોલું છું પણ સમય એવો આવી લાગ્યો છે કે જોરથી કહેવું પડે. એટલે અવસરે જોરથી પણ કહીશ. જેટલા ટકશે તેટલાને નભાવાશે. મોટી સભાના લોભે સાચી વાતો બોલવી બંધ નહિ કરાય. જે વાત કહી ગયો તે બરાબર સમજો ! આવી વાતો સામે ફિટકાર વરસાવવો જ પડશે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં આવી વાતો પ્રત્યે ફિટકાર ન થાય તો તે કેમ ચાલે ? આપણે એ કરવો જ પડે. આવા સમયે જો ન કરીએ તો આપણે આપણી ફરજ ચૂક્યા ગણાઈએ. '
સંસ્થા મોટી, નામ મોટું, તેમ એની કાર્યવાહી પણ મોટી હોય ને ? સમુદાયનું ગૌરવ વધારે તેવી જ હોય ને ? આ સરકારની પૉલિસી જુઓ ! ધારાસભામાં ચૂંટાયા પછી પણ તેને ખુરશી ક્યારે મળે ? વફાદારીના સોગંદ લે ત્યારે ને ? “હું નામદાર શહેનશાહની સરકારને વફાદાર રહીશ, તેને હાનિ થાય એવી એક પણ પ્રવૃત્તિ નહિ કરું અને બનતી સેવા કરીશ'-આવા સોગંદ લીધા પછી ખુરશી મળે છે અને બોલવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કેર્ટમાં સાક્ષીના પીંજરામાં પણ ઈશ્વરને માથે રાખીને વાત કરવાની પ્રતિજ્ઞા પહેલાં લેવડાવાય છે. આ સમુદાયમાં પણ એ વફાદારીના સોગંદ હોય કે “શ્રી જિનેશ્વરદેવના આગમને ટક્કર લાગે એવી એક પણ વાત નહિ બોલું.” બોલનારનું મોઢું બંધ કરી નીચે ઉતારવા પડે. આજે તો એવું પણ બોલનારા છે કે
ભગવાનને કેવળજ્ઞાન હતું કે નહિ ! ફલાણા આચાર્ય સાચા હતા કે નહિ ! ફલાણું આગમ પ્રમાણિક છે કે નહિ ! એ બધું હું વિચારું છું.” એવાને પૂછો કે ભાઈ ! તું જૈન છો ? તારા બોલવા ઉપરથી તો લાગતું નથી. માટે મહેરબાની કરી મંચ ઉપરથી નીચે ઊતરી જા ! આ ભરતક્ષેત્રમાં વીસમી સદીમાં પાકેલા પંડિતોને પણ શ્રી જિનેશ્વરદેવના કેવળજ્ઞાનમાં શંકા છે એ જાણો છો ને? એટલે તેઓ આવું આવું પણ બોલવાના- તો ત્યાં કહી દેવું કે-આગમને