________________
743.
– ૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
– ૧૭૩
દૃઢપણે ઠસાવવા અવશ્ય પ્રયત્ન કરે છે. આવાનો પરિચય જોખમી છે. તેનાથી બચવા સાવધ રહેવું જોઈએ. પણ આ બે સિવાય ત્રીજા કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો એવા હોય છે કે જે પોતે જૈન કહેવરાવવા છતાં શ્રી જિનેશ્વરદેવના નામે જ ભળતી વાતો કરે છે. એના નામે જ પોતાની મન:કલ્પિત માન્યતાઓનો પ્રચાર કરે છે. આ ત્રીજા પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવો સૌથી ભયંકર છે. શાસ્ત્ર આવા જીવોને ઉત્સુત્રભાષી કહ્યા છે. એમાં કેટલાક નિહ્નવ પણ હોય છે. આવા ઉસૂત્રભાષી અને નિહ્નવોનો પરિચય આત્મઘાતક છે, સમ્યગ્દર્શન ગુણનો નાશક છે, માટે તેનાથી દૂર જ રહેવું જોઈએ.
હવે દઢ સમ્યક્વરૂપ પીઠમાં રૂઢતા લાવવી છે. એ માટે પરિણામની સુંદર ધારા ચાલુ રહેવી જોઈએ. એ ન રહે તો રૂઢતા આવવાના બદલે દઢતા પણ ચાલી જાય. પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી એવી પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઉત્તમ પરિણામની ધારામાં આત્મા ઘણો કાળ વર્તે તો દઢ સમ્યક્ત રૂઢ બને. રૂઢતા લાવવાના પ્રયત્ન વિના ઘણા દૃઢ તો ભેદાઈ ગયા. તમારે ચોવીસે કલાક રહેવાનું ક્યાં ? અર્થકામના જ ભરચક સંયોગોમાં ને ? સંયોગો એ, રીતભાત બધી એને જ લગતી અને પ્રવૃત્તિ પણ લગભગ સંસારની, આ સ્થિતિમાં પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઉત્તમ પરિણામની ધારા ન હોય તો દઢ સમ્યક્તનું પણ જીવન કેટલું ? પૌગલિક સંયોગોની આત્મા પર અસર નથી થતી એમ ન માનતા. જો એમ ન હોય તો તમે સંસારમાં શા માટે પડી રહ્યા છો ? પાંચ-દશ લાખ જાય ત્યારે ક્ષણભર વૈરાગ્ય આવે પણ બીજી જ ક્ષણે મન મનાવે કે – “કાંઈ નહિ ! ફરી મેળવી લઈશું.’ આ અસર નથી ? જડ-ચેતનનો વિવેક:
પોલિક પદાર્થોની લાલસાના યોગે તો સંસાર ચાલે છે. પુદ્ગલની આત્મા પર અસર જ ન હોત તો સંસાર કેમ ચાલત?
સમ્યગ્દર્શન થયું ત્યારથી જડ અને ચેતન જુદાં એવો વિવેક જાગૃત થયો. આવી જાગૃતિવાળામાં હવે કઈ ભાવના ટકે તો સમ્યકત્વ ચાલુ રહે ? જડની સેવાની કે ચેતનની સેવાની ? આજે તમારા હૃદયમાં કઈ ભાવના છે ? કેટલાક તો એમ બોલે છે કે-“જડ ચેતન જુદા ખરા, પણ જડની સેવામાં ચેતન હણાય તો વાંધો નહિ. બધા એમ જ કરે છે ને ? શ્રી તીર્થંકરદેવે પણ ક્યાં ભોગો નથી ભોગવ્યા ? ભોગાવળી કર્મને તો એ પણ આધીન થયા ને ? વળી આનંદકામદેવ જેવા અગિયાર અગિયાર પ્રતિમા વહન કરનારા શ્રાવકો પણ સર્વવિરતિ ન લઈ શક્યા. તો અમે તો કોણ માત્ર ! અરે ! જે આનંદ શ્રાવકને