________________
૧૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ગૃહસ્થપણામાં અવધિજ્ઞાન થયું અને જેમની પાસે ગૌતમ મહારાજાને પણ મિચ્છામિ દુક્કડ' કરવા પડ્યા, એવા પણ સંસાર ન ત્યજી શક્યા તો અમારી શી વાત ?” આવું માનનારા અને બોલનારાઓનું સમ્યકત્વ શુદ્ધ કે મેલું ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિને આવા વિચારો ન આવે. દૃષ્ટાંતોમાંથી આવા ભાવો તારવવા એ શ્રી જૈનશાસનને બંધબેસતી વાત નથી. મહાપુરુષોનાં દૃષ્ટાંતોમાંથી આ લેવાનું છે ? ચેતન અને જડ જુદા એ વિવેક હૈયાનો કે હોઠનો ? આ વિવેકના અભાવે, સમ્યક્તની સભાવનાના અભાવે ભલભલા આત્માઓ ધર્મના શિખર પરથી ગબડી ગયા, તો તમે અમે કોણ માત્ર ?
સમ્યગ્દર્શન ટકાવવાની ભાવના હૃદયમાં ન હોય તો તમારો કે અમારો અધ:પાત નિશ્ચિત છે. ત્યાં અમારા સાધુ વેષની કે તમારા તિલકની શરમ નહિ ચાલે. આ શાસન જુદું છે. ત્યાં કોઈનો પક્ષપાત નથી. જેનપણાના નાતે કે સાધુ યા શ્રાવકપણાના ઇલકાબે પાપ કરવા છતાં બચી જવાશે એ-ન ભૂતો ન ભવિષ્યતિ. કર્મસત્તાએ શ્રી તીર્થંકરદેવના આત્માની પણ એક એક દોષની નોંધ લીધી છે. મરીચિના ભવમાં કરેલો કુળમદ ભગવાનના ભવમાં બદલો લેવા આવીને હાજર થયો. કહે છે કે તીર્થકર ભલે બનો પણ કરેલા કર્મનો વિપાક ચૂકવો. અને એટલા માટે તો વ્યાશી દિવસ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ભગવાનને રહેવું પડ્યું. બંધાયેલું કર્મ ભોગવ્યા વિના ચાલે ? ગર્ભથી જ અસંખ્યાત દેવો જેમની સેવા કરે, ઇદ્રોનાં આસન જેમના પુણ્ય પ્રભાવે કંપે, એવા પ્રભાવશાળી ભગવંતને પણ મદના યોગે બંધાયેલા કર્મે જતા ન કર્યા ! જેને અસંખ્યાતા ઇંદ્રો સેવે એને એક ગોવાળીઓ મારી જાય ? કાનમાં ખીલા સુધ્ધાં ઠોકી જાય ?
જે કર્મસત્તા આવા આત્માઓને ન છોડે તે તમને અને અમને છોડે ? ત્યાં કોઈની સિફારસ ચાલશે ?
ત્યાં એમ કહેશો કે-ભાવના તો સારી હતી, સંસાર કાંઈ ગમતો ન હતો, પણ કુટુંબ પરિવારની દયા ખાતર જ રહ્યો હતો - તો એ ચાલશે ?
તમે બધા કોઈના ઉપકાર માટે સંસારમાં રહ્યા છો ?
દુનિયાના પદાર્થોની મમતા છૂટી નથી એમ કહો. એ બંધનના યોગે રહ્યા છો અને એ બંધનને સુખરૂપ માનો છો. આજે તો વળી એના પ્રેમપૂર્વકના પાલનમાં ધર્મ મનાવવાની પેરવી થઈ રહી છે. જો એમાં પણ ધર્મ હોય તો પછી ધર્મ-અધર્મનો ભેદ શી રીતે ? જડ અને ચેતનની ભિન્નતાની માન્યતા ક્યાં રહી ? એ વિવેકને ટકાવવા ઉત્તમ પરિણામની ધારાના સેવન વિના છૂટકો