________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44
હતી જ. ગાડી મોટર નથી મળી માટે એના વિચાર બહુ નથી, પણ વેપારમાં તો એ ભાવના તો ખરી કે, ગાડી મોટર મળે એવો લાભ ક્યારે થાય ! એ વિચાર કદાચ રોજ ન થાય તો પણ ઊંડાણમાં તો છે જ.
619
૪૯
પચાસ કે સોના પગારદારને પાંચ હજારનું પરિગ્રહ પરિમાણ ક૨વા કહો, થશે ઊભો ? આખી જિંદગીમાં હજાર ભેગા ન થાય એવા ઘણા છે, કેમ કે, સોની આવક હોય, લગભગ તેટલો જ ખર્ચ હોય; પાંચ પચ્ચીસ બચે તો એવો પ્રસંગ આવે ત્યારે જાય, છતાં એ પણ નિયમન ન કરે; કેમ કે, હૃદયમાં ઊંડે ઊંડે એવું છે કે, ‘પાંદડું ફરે તો !' પચાસનો પગારદાર પાંચ લાખ મળે તો ન લે ? લે, પણ નિયમવાળો તો લાત જ મારે. એ જ કારણે નિયમ વિનાના માથે ઓઘ અવિરતિનું પાપ બધે જ બેઠું છે; પાપ કરાય અને જેવું એ લાગે તેવું એ પાપ નહિ, બાકી પાપ તો ખરું જ.
ગામમાં લૂંટારુ હોવાની શંકા થાય એટલે સ૨કા૨ બધાની ઝડતી લે. છૂપા શાહુકારની પણ લે ને ? કારણ કે, ત્યાં વસ્યા એ જ ગુનો ! જે લત્તામાં બે બદમાશ વસે ત્યાં વસનારાઓએ ધાડ ન આવે તો અહોભાગ્ય સમજવું. બે બદમાશની ધાડ બારસો પર આવે. સટ્ટો કરે કોક અને રસ્તે ચાલતો પકડાય; ત્યાંથી ચાલ્યો કેમ ? મારામારી જોના૨ને પણ સાક્ષી તરીકે પોલીસ પકડે ને ? મમતા છોડનારને કાંઈ લાગે કે વળગે ?
સભા ખાનારને ખેતીનું અને વસ્ત્ર પહેરનારને મિલનું પાપ લાગે ?’
નિયમ વિનાનાને બધું પાપ લાગે. પંદર કર્માદાનમાં બધું આવી જાય. શ્રાવકે પોતે એ પંદર કર્માદાનનો ત્યાગ કર્યો તો પછી એ પાપ ન લાગે. કુટુંબમાં રહેનારો પણ અમુક મિલકતનો ઉપભોગ નક્કી કરે, તો ત્યાં ગમે તેટલી મિલકત છતાં એનું પાપ ઘટે છે. જેટલો નિયમ તેટલો લાભ ! ‘દશ દ્રવ્ય જ `ખવાં’ એવા નિયમવાળો સો ચીજ હશે તોય અગિયાર ખાઈ શકશે ? નહિ જ, અને અંકુશ ન હોય તો બધું જ ખાય. ન મળવાથી ન ખાય એ વાત જુદી છે. પણ મમતા રહી એટલો હિસ્સો તો છે જ. સાધુને ગૃહસ્થ ભાષા બોલવાનો પણ નિષેધ છે. કોઈને સમજાવવા કહેવું પડે એ વાત જુદી છે. સાધુ થયા પછી મમતા થાય તો એ પણ બંધાય. મમતા છોડનારને કંઈયે લાગતુંવળગતું નથી. એકેન્દ્રિયને કર્મબંધ શાથી ?
એકેન્દ્રિયને કર્મબંધ કેમ ? એનામાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ કંઈ પણ છે ? બંધ શાનો ? જ્યાં પડ્યા ત્યાં પડ્યા ! અગ્નિમાં બેસાડો તો પણ