________________
૨૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માલ નથી-પૂર્વના કેટલાક પુણ્યવાનોનું તો પુણ્ય એવું હતું કે આંખનું પોપચું ઊંચું કરે ને પહાડ તૂટી પડે. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કેयेषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि ।
868
“જેમની ભ્રકુટિ ઊંચી થતાં પર્વતો પણ તૂટી પડે.”
આવાઓને સંસારની અસારતા કઈ રીતે સમજાવવી ? પણ જ્ઞાનીઓએ એમને એવી રીતે સંસારની અસારતા સમજાવી કે એવી પણ સાહ્યબી તજીને એ ભિક્ષુક બન્યા; અને એવા ત્યાગી બન્યા, એવા નિશ્ચલ રહ્યા કે'ગમે તેવા સંયોગોમાં ભગવાનના માર્ગથી જરા પણ ચસ્યા કે ખસ્યા નહિ.
શ્રી શાલિભદ્રને સામાન્ય રીતે કહેવામાં આવે કે સંસાર દુ:ખમય છે તો એ કહી શકે કે ‘શું દુ:ખ છે ?’ રોજ નવાણું પેટીઓ ઊતરે છે. દેવતાઈ ભોજન કરું છું. દેવતાઈ વસ્ત્રો ને અલંકારો પહેરું છું. આજનું પહેરેલું કાલે કાઢીને ફેંકી દઉં. છું. સાતમા માળેથી નીચે ઊતરતો નથી. માતા પણ એવી મળીં છે કે મને મહાલવા દે છે. બત્રીસે પત્નીઓ એવી મળી છે કે જે મારી ઇચ્છા જ જોયા કરે છે અને એ પ્રમાણે વર્તે છે. ટાઢ-તડકાની મને ખબર નથી.' ...આવું આવું એ કહી શકે ને ? પણ એ જૈનશાસન પામ્યા હતા. એમની દૃષ્ટિ સમ્યક્ત્વને કારણે નિર્મળ બની હતી. એટલે એમને ‘સ્વામી’ શબ્દ સાંભળી વૈરાગ્ય થયો, આજે ‘સ્વામી’ શબ્દ કેટલીવાર સંભળાય છે ? છતાં વૈરાગ્ય થાય છે ? કહો કે જૈનશાસન હજી સ્પર્યું નથી. જ્યારે શ્રેણિક રાજા. આવ્યા, માતાએ શાલિભદ્રને જણાવ્યું કે ‘આપણા રાજા, મગધના માલિક આપણા આંગણે આવ્યા છે. આપણે તેની પ્રજા છીએ. એમનો સત્કાર કરવાની આપણી ફરજ છે.' તરત શાલિભદ્રને થયું કે ‘જ્ઞાનીઓ સંસારની અસારતા વર્ણવે છે તે સાચી છે.’ આવા સુખીને આવી ભાવના શાથી ? દૃષ્ટિ સમ્યક્ત્વથી નિર્મળ બની હતી માટે ને ? વર્તમાનની સાથે જ ભવિષ્યનાં પરિણામ તરફ દૃષ્ટિ હતી માટે ને ? તમારી દૃષ્ટિ નિર્મળ બની નથી, મલિનતાના કારણે પરિણામ જોઈ શકતી નથી માટે તમને સંસારની અસારતા સમજાતી નથી.
બળ શા માટે માંગો છો ?
આજે તો કહે છે કે ‘મળેલું શું કામ છોડાવો છો ?’ એવા જીવો મળેલામાં મોજ માને છે. જોઈ જોઈને રાજી થાય છે. મલકાય છે. મહાલે છે. સંયોગમાં આનંદ અનુભવે છે. વિયોગથી મૂંઝાય છે. આ બધાંનું કારણ ? માત્ર વર્તમાન તરફ દૃષ્ટિ છે માટે. એ દૃષ્ટિ જો પરિણામ તરફ જાય તો આજે દશા પલટાય.