________________
859
૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- $1.
૨૯૯
ભગવાન શ્રી મહાવીરદેવની છદ્મસ્થકાળમાં વર્તમાન સ્થિતિ કેવી હતી ? એમને ફરતાં ફરતાં ગોવાળીઓ મારી જાય ? તેઓ આંખ કાઢે તો ગોવાળીઓ તો શું ઇંદ્ર પણ પાસે આવી શકે ? છતાં ભગવાને બળનો ઉપયોગ કર્યો ? જંગલી જાનવરો પણ ભગવાનને મારી જતાં, એ પણ એમણે સહન કર્યું. અનંત બળના ધણી હતા, છતાં “કોણ છો ? આવી જાઓ” એમ ન કહ્યું. સુધર્મા ઇંદ્ર સેવામાં રહેવા આજ્ઞા માગી ત્યારે ભગવાને કહ્યું કે-તીર્થકરો પોતાના બળે જ કેવળજ્ઞાન ઉપાર્જે છે, કોઈની સહાયથી નહિ. બળથી એટલે બીજાને મારીને નહિ, મુક્કો બતાવીને નહિ. બળ ક્યાં ખર્ચવાનું ? ભવિષ્યની સાધના તરફ દૃષ્ટિ રાખી, ગમે તેવી આપત્તિમાં પણ ત્યાંથી અંશમાત્ર નહિ ખસવામાં એ બળ ખર્ચાયું-કોઈને મારી હઠાવવામાં કે કોઈની સામે આંખો કાઢવામાં એ બળ નથી ખર્ચાયું પણ ધ્યેયથી ચલાયમાન ન થવામાં એ બળ ખર્ચાયું ત્યારે કેવળજ્ઞાન મળ્યું. તમને આજે એ બળ મળે તો કઈ ભાવના જાગે ? કોઈનું રાજ્ય પડાવી લેવાની કે કોઈ બીજી ? આજની પ્રજા બળ શા માટે માગે છે એ કહો! તમે ધ્યેય નક્કી કરો તો હું પણ એમાં સંમત્તિ આપું. પરંતુ નામ બીજું, ધ્યેય બીજું, ભાવના બીજી, એ બધું યોગ્ય છે ?
બળ માગી માગીને, મેળવી મેળવીને કેટલાયે સાતમીએ ગયા. ભગવાન મહાવીરના વિશ્વભૂતિના ભવની વાત જાણો છો ને ? એ ભવમાં ભગવાનનો આત્મા યુવરાજનો પુત્ર હતો. તે વખતે ત્યાં નિયમ એવો હતો કે રાજકુટુંબનો કોઈપણ કુમાર ક્રિીડા અર્થે અમુક ઉદ્યાનમાં જઈને રહ્યો હોય તો ત્યાં ખુદ રાજકુમારથી કે રાજાથી પણ એને કાઢીને જઈ શકાય નહિ. વિશ્વભૂતિ એક વખત ત્યાં ક્રિીડાર્થે ગયો હતો. રાજાનો પુત્ર વિશાખાનંદી બહાર ઊભો હતો. વિશ્વભૂતિ ક્યારે બહાર નીકળે તેની રાહ જોતો હતો. આ બધું રાણીની દાસીઓએ જોયું. મહારાણીને વાત કરી. મહારાણીને ઈર્ષ્યા જાગી. પોતાના પુત્રને અંદર મોકલવા રાજાને કહ્યું. રાજાએ કહ્યું કે રાજ્યનો નિયમ છે, તેથી એ યુવરાજ પુત્ર ત્યાં હોય ત્યાં આપણા કુમારને મોકલાય નહિ. યુવરાજપુત્ર એ પણ આપણે જે બાળક છે. પણ રાણી માને ? રાજા રાણીને આધીન થયો. પ્રસંગે ઉપસ્થિત કરી યુવરાજપુત્રને બહાર કામે મોકલ્યો એટલે રાજકુમાર ઉદ્યાનમાં પહોંચી ગયો. પેલો જ્યારે પાછો આવ્યો અને ઉદ્યાનમાં પ્રવેશ કરવા ગયો ત્યારે પહેરગીરે અટકાવ્યો અને કુમાર અંદર હોવાનું જણાવ્યું. યુવરાજપુત્રને બધો પ્રપંચ સમજાઈ ગયો. ગુસ્સો આવી ગયો પણ હૃદયમાં પિતૃભક્તિ હતી તેથી ખામોશી રાખી. પિતાના ભાઈ પણ પિતા જ ગણાય ને ? પેલા કુમારના માણસોને બતાવવા કોઠાના ઝાડ ઉપર એક મુઠ્ઠી મારી બધાં