________________
૩૬૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
938
તમને ગાંડા કહેશે. અધર્મીઓ ધર્મીને ધર્મ પાછળ ગાંડા અને દીક્ષા પાછળ ઘેલા કહે છે. એમની નજરે એવા દેખાઓ તો જ તમે ધર્મી-એમની નજરે સારા દેખાવામાં કાંઈ સાર નથી.
અધર્મી આજે આપણને આગમ પાછળ પડેલા પુરાણપાઠી કહે છે. એમને ખબર નથી કે પુરાણપાઠ વિના તમારા બાપની મુક્તિ થઈ નથી અને કોઈની થવાની પણ નથી. જો કે એમનો ધ્વનિ છે, “પુરાણ એટલે ગપ્પાં' એમ એ કહેવા માગે છે. એ અર્થમાં શાસનપ્રેમીઓને એ પુરાણપ્રેમી કહે છે. પણ એમને ખબર નથી કે આ પુરાણ એ અજ્ઞાનીઓએ રચેલાં પુરાણ નથી. આ તો પૂર્વે થઈ ગયેલા સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને અનુસરનારા મહાપુરુષોએ રચેલાં શાસ્ત્રો છે. એ લોકો તો ગોળ-ખોળને સરખાં મનાવી શાસ્ત્રોની શ્રદ્ધાને તોડવા મથે છે.
એમના ચોવીસ કલાકમાં એક કલાક સારો નહિ મળે. અઢારે પાપસ્થાનક વિના એમાં બીજું કાંઈ ન હોય. માટે તમને ચેતવું છું કે એમનો પ્રેમ કે સાથ મેળવવાના લોભમાં ન પડતા. એમની દૃષ્ટિએ ડાહ્યામાં ખપવા ન ઇચ્છતા.
સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને નિર્ગુણ માની, મોક્ષને સગુણ માની વિશુદ્ધ બની મુક્તિ માટે આગમ પ્રમાણે ચેષ્ટા (ક્રિયા) કરે” કેવી સુંદર અને સરળ વાત છે ! આટલું જચે તો બેડો પાર ! આ ભવમાં ઘણું મળી ગયું માનો. બહારની ગમે તેવી વાતોથી આ માનનારો મૂંઝાય નહિ. આજે તો કોઈ એમ કહે કે “ધર્મની વાત ખરી પણ આ જમાનામાં એ ચાલે ?” તો આ પણ એમાં સૂર પુરાવે કેવાત તો સાચી !” તો શું થાય ? મોટા કિલ્લાને તોડવા નીચેથી એક જ ઈંટ ખેંચાય છે. પણ કિલ્લા એવા બનાવો કે અનેક ઈટો ખેંચે છતાં કિલ્લો ન પડે. એકલો ધર્મ નથી કરી શકતો એ ખામી કબૂલ કરો પણ સામાને કહો કે “અમારી માન્યતાથી ખસેડવા ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ જરાય ખસવાના નથી.”
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કેટલા મજબૂત થઈને આ લખ્યું હશે ? ધર્મ કેટલો પરિણમ્યો હશે ? શાસન પામ્યા પૂર્વે પણ પ્રખર જ્ઞાની અને જ્ઞાનના અભિમાની હતા. પૂર્ણ સ્વતંત્રતાના હિમાયતી હતા. કોઈ પણ વિચારના તેઓ ગુલામ ન હતા છતાં એમણે પણ જોયું કે આગમની આધીનતા વિના મુક્તિ નથી. ચૌદ વિદ્યાના પારગામી, કોઈના બોલ્યાનો ભાવ ન સમજાય તો એના શિષ્ય થઈ જવાની પ્રતિજ્ઞાવાળા, પોતાના જ્ઞાનના અભિમાની, ચિતોડની રાજધાનીમાં પહેલા નંબરના વેદાંતવાદી પંડિત હતા. એવા પંડિત પણ અહીં શિર ઝુકાવ્યું અને ભગવાનને કહ્યું કે-“તમારા વિના અમારું થાત શું?” તેઓશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે