________________
1095 – ૩૫: અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 – ૫૨૫ મહેનત કરવી પડે છે. સૂત્રકાર મહર્ષિ શ્રી સંઘને વંદ્ય અને પૂજ્ય કહે છે, એની સ્તુતિ કરે છે, એને જયવંતો અને શાશ્વત જોવા માગે છે.
સભાઃ “સમૂહબળ એ સંઘ.”
આ વીસમી સદીને પણ એ વ્યાખ્યા માન્ય નથી. આ યુગમાં પણ જો સમૂહબળ પર કાયદાનો આધાર હોય તો એક જ મૅજિસ્ટ્રેટ હજારો ગુનેગારોને કેદમાં કેમ નાખે ? સમૂહબળ તો ગુનેગારો પાસે છે. કોર્ટમાં વાદી પ્રતિવાદીના માણસ વધારે કે ન્યાયાધીશની સંખ્યા વધારે ? ન્યાયાધીશના તો બે પટાવાળા ને બહુ બહુ તો પાંચ-સાત પોલીસ પણ વધુમતી કોની ? જો સમૂહથી જીત થતી હોય તો વાદી હજાર માણસ લઈને જાય નહિ ? ઘણા માણસ લઈ જવાથી કોર્ટ તરફેણમાં ચુકાદો આપી દે? ઘણા માણસોને લઈ જાય તોયે કોર્ટ ગુનેગારને તો ન જ છોડે. સાબિત થાય તે પ્રમાણે કાયદા મુજબ ન્યાય આપે. પાંજરામાં ઊભો રહેલો મારવાનો ભય બતાવે તેથી ન્યાયાધીશ ડરી જાય ? એની ખુરશીની કિંમત જે સમજે છે તે ગમે તેમ થાય તોયે અન્યાય ન કરે, ન્યાય જ કરે.
શ્રી સંઘના નામે આજ્ઞા ચલાવવી હોય તો પહેલાં સંઘત્વ વિશિષ્ટ બનો. ટોળાંનાં હુકમ ન મનાય. શ્રી સંઘની પીઠની મજબૂતાઈમાં આપણે જોઈ ગયા કે સંઘ તે કે જે શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કરે જ નહિ, શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય મતની અભિલાષા કરે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય મતની અભિલૌષા કરે જ નહિ, શ્રી જિનેશ્વરદેવે કહેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ કરે જ. નહિ, શ્રી જિનેશ્વરદેવને ન માનનારી પ્રશંસા કરે જ નહિ અને એનો પરિચય પણ કરે નહિ. શ્રીસંઘને તો સંસાર ભયંકર લાગે અને મોક્ષ જ સુંદર લાગે. શ્રી સંઘ સંસારને નિર્ગુણ અને મોક્ષને સગુણ માને. શ્રી સંઘ મુક્તિ માટે જ મહેનત કરે અને એ મહેનત આગમ કહે તે રીતે જ કરે. સાધવા યોગ્ય ન સધાય ત્યાં શ્રી સંઘને દુ:ખ થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન શ્રી સંઘને સહેલું લાગે અને દુનિયા જે માર્ગે જાય છે તે શ્રી સંઘને ભયંકર લાગે. શ્રી જિનેશ્વરદેવે જેને દેવ કહ્યા છે તેને જ દેવ, ગુરુ કહ્યા છે તેને જ ગુરુ અને ધર્મ કહ્યો છે તેને જ ધર્મ મનાય. શ્રી સંઘમાં આ વિચાર છે. એવાં ટોળાં સંઘમાં ન ચાલે?
આપણી સદ્ગતિ-દુર્ગતિનો આધાર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધન અને વિરાધન પર છે. એ આધાર કાંઈ સમૂહની સહીઓ પર નથી.