________________
. ૧૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- ' : 756
આવે, સુખ જાય તો ઘણાને ધર્મના ફળમાં સંદેહ થાય છે. પરંતુ આમ ન બનવું જોઈએ. માટે તો કહ્યું કે-ધર્મની સાધના આત્મકલ્યાણ માટે છે, પૌદ્ગલિક સુખ માટે નથી. કેમ કે એ સુખ એ વાસ્તવિક સુખ જ નથી. મિથ્યામતિની પ્રશંસા થાય જ નહિ. આજે તો ગુણાનુરાગના નામે જૈનસમાજમાં એવા પુરુષો ગવાઈ રહ્યા છે કે જેથી જૈનશાસન છિન્નભિન્ન થઈ જાય. એ જ રીતે મિથ્યામતિનો પરિચય પણ ન કરાય.
આ દોષો જાય ત્યારે સમ્યગ્દર્શનરૂપી પીઠ દૃઢ બને. દઢ બન્યા પછી રૂઢ, રૂઢતા આવ્યા પછી ગાઢ અને ત્યાર બાદ એ અવગાઢ બને. અવગાઢ બની ગયા પછી તો એ એવી નિર્ચાળ બને કે ડગાવી ડગાવાય નહિ. પરંતુ, જ્યાં વસ્તુનું જ ઠેકાણું ન હોય, મૂળમાં જ દઢતા ન હોય ત્યાં રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાત ક્યાં કરવી ?
આપણે કાલે કહી ગયા કે-આ પીઠને રૂઢ બનાવવા સાધુ નહીં બની શકનાર આત્માએ પણ વિચારે સાધુ થવું જ જોઈએ. પ્રભુના શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચારેયને સ્થાન છે. તેમાં પ્રથમના બે તો સર્વવિરતિધર છે અને પાછળના બે યદ્યપિ સર્વવિરતિ વિનાના છે તો પણ એની ભાવના તો સર્વવિરતિધર બનવાની જ છે. ક્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય ! એ એનો મનોરથ છે. સર્વવિરતિની રક્ષામાં પોતાનું સર્વસ્વ હોમી દેવું પડે તો હોમી દેવું એવી એ ભાવનાવાળા છે. આવી ભાવના હોય તો જ સમ્યક્ત્વ દઢ બને. પછી રૂઢતા માટે પરિણામની ધારા કેવી જોઈએ ? શ્રી સંઘમાં ચોવીસેય કલાક કેવા પ્રકારની પરિણામની ધારા વહેતી રહે તો રૂઢતા આવે ? સમયે સમયે પરિણામની વધતી જતી શુદ્ધિવાળા ઉત્તમ અધ્યવસાયોમાં શ્રી સંઘ રમે તો રૂઢતા આવે અને તો શ્રી સંઘ સામેનાં આક્રમણો આપોઆપ દબાઈ જાય. પણ એવા સારા વિચાર ત્યારે જ આવે કે જ્યારે શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં અવિચળ શ્રદ્ધા થાય. શાસ્ત્રની કોઈ વાત એને ન સમજાય તો પણ એ એમ માને કે-એવી ઘણી વાતો હોય કે જે ન પણ સમજાય. પરંતુ
તમેવ સર્જં નિસંવ, ગં નિહિં પડ્યું !'
શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે.” એ માન્યતા એવી દૃઢ હોય. અહીં જ પોલ હોય તો શું થાય ? આજે તો કોઈ એકાદ કલ્પિત વાત વહેતી મૂકે ત્યાં અનેકનાં મન ડહોળાય. આજની તો દશા જ જુદી છે. પ્રભુના માર્ગે ચડેલા કોઈને પડેલો સાંભળે કે માર્ગમાં બેઠેલા ઘણાને એવી મૂંઝવણ થાય છે કે-માર્ગમાં જ કાંઈક ખામી છે. આ કેવી દશા ? બજારમાં કોઈ