________________
757 - ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૮૭ દેવાળું કાઢે તો બીજા વેપારીઓ વેપારને ભૂંડો નથી કહેતા. જ્યારે અહીં તો મૂળ વસ્તુ પર જ હલ્લો લાવે છે. આવી કફોડી આજની હાલત છે. એ સૂચવે છે કે દઢતા નથી આવી. કોઈ કાળ એવો પણ આવે કે જ્યારે સારા સારા પણ ખસે તોય શ્રધ્ધાળુ તો કહે કે એ બિચારો પાંગળો ! પણ એની સાથે પોતે પણ ભૂસકો ન મારે. આજે તો પડનારા પાછળ કંઈક પડતું મૂકનારા છે. શ્રી જૈનશાસન એટલે ?
શ્રી જૈનશાસન એ આ સંસારમાં ઊંચામાં ઊંચો પર્વત છે. ત્યાં તો પુણ્યવાન ટકે. અક્કલ વિનાના તો ગબડે જ. આ શાસનની ખૂબી એ કે ખાવું નહિ પણ દેવું; માલ આપણો પણ ભોગ બીજાને. જેને દુનિયા પોતાનું માને તેને આ શાસનમાં પારકું મનાવાય છે. રહેવું દુનિયામાં, જીવવું દુનિયામાં અને ભાવના દુનિયાથી પર થવાની છે. લૂંટારુઓ સાથે વસવું અને શાહુકારી અખંડિત સાચવવાની છે. ચોટ્ટાઓના સાથમાં રહીને પ્રામાણિકતાને આંચ આવવા ન દેવી, એ આ શાસન છે. રહેવું બંગલામાં પણ માનવા એને કેદખાનાં, એ આ શાસન છે !
સભાઃ “અન્ય દર્શનો પણ મમત્વ ઘટાડવાનું તો કહે છે !”
કહે છે, પણ એ નામનું! જ્યાં બેઠા જે વસ્તુ કરવી પડે એને એ ધર્મ મનાવે છે. ગૃહસ્થાશ્રમને એ ધર્મ કહે, કન્યાદાનને એ મહાપુણ્ય કહે-પછી ? અહીં તો કન્યાદાન નિવારવાની વાત છે. જૈનશાસન શું ચીજ છે તે તમે હજી સમજ્યા નથી. અહીં તો આવે એ જ આશ્ચર્ય, આવ્યા પછી ન પડે એ જ નવાઈ, પામેલું ન હારે એ જ અદ્ભુત, બાકી ન આવે એમાં આશ્ચર્ય નથી, પડે એમાં કાંઈ નવાઈ નથી. પામેલું હારી જાય એ કાંઈ નવું નથી. સિંહના ગર્જારવ થાય ત્યાં ન ભાગે એ જ પરાક્રમી. સિંહની ત્રાડથી હાથીના ટોળામાં નાસભાગ થાય તો હરણિયાં વગેરેનો શો હિસાબ ?
સભા: “આ ધર્મ એટલો બધો સખ્ત ?'
જરૂર ! અહીં કાંઈ પોલ નથી. જેમ ઘર મોટું તેમ સખ્તાઈ વધારે. સામગ્રી ઘણી તેમ કિલ્લો મજબૂત અને ચોકીપહેરો વધારે. ભીલના ઘરને બારણાંના ઠેકાણાં નહીં અને તમારા ઘરનાં બારણાં એવાં મજબૂત કે ચોરનાં હથિયાર પણ બુઠ્ઠાં બને. જેમ ચીજ ઊંચી તેમ તેના રક્ષણની ચોકસાઈ વધારે. મકાન ઊંચું તેમ પાયો ઊંડો. ઉપર જેવું વજન તેવા જ મજબૂત અને મોટા થાંભલા. આ તો એક આદમી પડે કે તરત કહે કે-ધર્મમાં કાંઈ ખામી પણ આપણા બાપ (જ્ઞાની પુરુષો).