________________
884
૩૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અને ફોડવાનું શા માટે ? એનો વિચાર તો કરવાનો ને ? વ્યવહા૨માં પણ લીધા યાદ ન રાખે તો ન ચાલે. ગઈ કાલે પૈસા આપ્યા અને આજે પેલો લેનારો કહે કે એ તો ભૂતકાળ થયો. હવે ભૂલી જા ! તો આપનારો ભૂલી જાય ?
ન
આસ્તિક તે કહેવાય કે જે ત્રણે કાળ વિચારે-હું કોણ ? ક્યાંથી આવ્યો ? અહીં કેમ ? હવે ક્યાં જવાનો ? વગેરે બધા વિચારો એ કરે ‘હું એટલે હું જ અને હું આવો જ' આવું વિચારે એ નાસ્તિક. આ ‘નાસ્તિક’ શબ્દ ઘણાને ખટકે છે. બહુ જુઠું બોલનારને પણ કોઈ જુઠ્ઠો કહે તો એનાથી સહન થતું નથી. પણ સહન થાય કે ન થાય, ખટકે કે ન ખટકે છતાં સ્વરૂપ જેવું હોય તેવું બતાવ્યા વિના ન ચાલે, એકલા પ્રત્યક્ષ પ્રમાણવાળો નભી શકતો નથી. વસ્તુ જાણવા માટે બધાં પ્રમાણ માને તે જ સાચો આસ્તિક.
આસ્તિકે ભૂત અને ભવિષ્યકાળ બેયને સમજવા તથા વિચારવા પડે. ભૂતકાળના ઇતિહાસને તો આજના લોકો મન:કલ્પના માને છે; અને ભવિષ્યના વિચાર એમને ગમતા નથી. હવે એમને ધર્મ સમજાવાય કઈ રીતે ? શ્રી જૈનસંઘ ત્રણેય કાળ માને કે એક જ ? વર્તમાનને જ આંખ સામે રાખનારા કદી ભૂતકાળની વાત વાંચે તો પણ તે વર્તમાનમાં ફાવતી વાતોની પુષ્ટિ માટે જ વાંચે; જેમ સ્વાર્થી માણસ બધાની સાથે ફરે પણ લાભ પોતાનો જ જુએ, ભલે પછી એમ કરવામાં સામાનું સત્યાનાશ નીકળી જતું હોય.
ધર્મ તો વર્તમાન અનુકૂળતાઓની અવગણનામાં છે. વર્તમાનમાં મળેલી સાહ્યબીમાં લેપાવામાં ધર્મ નથી, પણ એના ત્યાગમાં ધર્મ છે. લક્ષ્મીનો ભોગવટો કરાય કે નહિ એ ભવિષ્યને આંખ સામે રાખી વિચાર કરાય તો જ એનું નુકસાન દેખાય અને એનો ત્યાગ થાય. રાજામહારાજાઓએ સાહ્યબી છોડી સંયમ લીધું તે ભવિષ્યના વિચારે. વર્તમાનનો જ વિચાર હોય તો એવું મળેલું છોડાય ? ચક્રવર્તી, રાજા, મહારાજા વગેરેએ દીક્ષી લીધી ત્યારે એમની પાછળ એમની સ્ત્રીઓના પોકાર હતા કે ‘તમારા વિના નહિ જિવાય,' હૈયાફાટ રુદન હતું, પ્રજાના પણ પોકાર હતા છતાં એ બધાને અવગણીને તેઓ શાના આધારે નીકળ્યા ? ભવિષ્યના વિચારે, નહિ કે વર્તમાનના વિચારે. જે ભવિષ્યને ન માને એને ધર્મની જરૂ૨ શી ? અને જે ભૂતકાળને ન માને તે ક્યાંથી આવ્યા ? કેમ આવ્યા ? એ બધો વિચાર ક્યાંથી કરે ? આવું જૈનશાસન પામવા છતાં કેવળ વર્તમાન દ્રષ્ટિની જ વાતો કરો તો તમે પણ નાસ્તિકમાં ગણાઓ.
પણ આ વાત ઉપર તો આજે ભયંકર ટીકાઓ થાય છે. કહે છે કે-‘આ લોકોએ તો ભવિષ્યની વાતો કરી કરીને વર્તમાનનું સત્યાનાશ વાળ્યું.' પણ