________________
985
- ૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 -
૩૧૫
વિચાર કરો તો ખબર પડશે કે ભવિષ્યનો વિચાર કરનારો જ ન્યાયશીલ રહી શકે છે. વર્તમાનમાં કેવળ પૈસા જ ભેગા કરવાની ઇચ્છાવાળો અનીતિથી નહિ ડરે. ભવિષ્યનો ખ્યાલ આપવા માટે તો રાજ્યના કાયદા છે અને ભૂતકાળમાં રૂલિંગોનો પણ આધાર લેવાય છે. અમુક ગુના માટે અમુકને આ સજા થઈ તેની નોંધ થાય છે. અને એ દાખલાઓ કેસ ચાલતી વખતે અપાય છે. “કોઈના ઉપર હુમલો કરવાથી કોર્ટમાં પચીસ ધક્કા ખાવા પડશે અને બચાવ નહીં થાય તો સજા થશે.” આ જાણ્યા પછી ગુસ્સો આવે તોયે હાથ ગજવામાં જ રહી જાય. એ ભવિષ્યના પરિણામનો વિચાર ન કરે અને હાથ ચલાવે તો પોલીસ પકડે. તે વખતે પોલીસને કહે કે હું કાયદાને નથી માનતો તો એ ન ચાલે. પોલીસ કહે કે તું ન માને એ તારી મરજી પણ એટલા માત્રથી કાયદો નીકળી ન જાય.
સભા: ‘ત્યાં તો કાયદો જાણતો ન હતો એમ કહે તોયે નથી ચાલતું.”
ન જ ચાલે-કાયદો, ફરજિયાત દરેક નાગરિકે જાણવો જ જોઈએ. દુનિયાના કાયદા માટે ભૂતભવિષ્ય માનવા પડે છે, તો કર્મસત્તાને કેવી માનો છો ? કહે છે કે “દુનિયામાં જીવવા માટે જરા પાપ થાય તો એમાં બગડી શું જાય ? હું કહું છું કે એ ન પૂછો. કર્મસત્તાને ત્યાં તો સમયે સમયે આત્મામાં પેદા થતા પરિણામ મુજબ કર્મનો બંધ થયા જ કરે છે. નાનામાં નાના પણ ખરાબ પરિણામની પણ સજા છે. બચાવ કરે કે “અમુકને માર્યો નથી, ફક્ત વિચાર જ કર્યો હતો” તોયે ન ચાલે. વિચાર કર્યો કે કર્મ બંધાય અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે જો ખપાવવાનો પ્રયત્ન ન કર્યો હોય તો સજા ભોગવવી પડે. - જૈનશાસને સમજેલા, જૈનશાસનમાં જન્મેલા આ પરિસ્થિતિ ભૂલે ? આ શાસન સમજનારા આંધળા થઈને ઘૂમે ? દુનિયાના રંગરાગમાં દોડે ? જે જીવો ભાનભૂલા થઈને દુનિયાના રંગરાગમાં જ મસ્ત બનીને રહે એની ગતિ શી ? હું આ દયાથી કહું છું. કોઈને નરકે જવું હોય તો રોકી શકાય તેમ નથી. ભગવાન મહાવીરે કાલસીરિક માટે શ્રેણિક રાજાને એ જ કહ્યું હતું કે-એ તો નરકે જવા જ સરજાયેલો છે. જેને દુર્ગિતમાં જવું જ હોય, માનવજીવન હારી જવું જ હોય તેને માટે કોઈ ઉપાય નથી. ફરજ એટલી કે તાકાત હોય તેટલી ઉદ્ઘોષણા કર્યા કરીએ. આજે કાંઈ બોલીએ કે કરીએ તે તમારા હિત માટે છે. શાસ્ત્ર કહે છે કે પરહિતપ્રવૃત્તિમાં સ્વહિત નિયમા છે. સામો જો યોગ્ય હોય તો એનું હિત થાય, ન હોય તો ન થાય. પણ પોતાનું હિત તો નિયમા થાય. નિયાણાની વિષમતા અને બ્રહ્મદત્તઃ
કેવળ વર્તમાન તરફ દૃષ્ટિ રાખનારને ધર્મ સમજાવવો કઠિન છે. શ્રી