________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જિનેશ્વરદેવ પણ વર્તમાનને ઉદ્દેશીને સંસારની અસારતા સમજાવી શક્યા નથી. સમજાવાય શી રીતે ? ભારે નિયાણાથી મળેલી સાહ્યબી, દૃષ્ટિને ભવિષ્ય તરફ જવા દેતી નથી, માટે એ નિયમા નરકે જાય છે. એમાંના કેટલાક એ ભવિષ્ય સાંભળે, જચે, મૂંઝાય પણ પરંતુ કહે કે ‘બધું ખરું પણ આ ન છોડાય.’ નિયાણું એ એવું બંધન છે કે જે આત્માને ભવિષ્ય તરફ ઢળવા ન દે.
૩૧૬
886
બ્રહ્મદત્ત ચક્રવર્તીનો પૂર્વભવ યાદ છે ને ? એ ભવમાં પોતે તથા પોતાના ભાઈ બંને મુનિ હતા. ભાઈ મનુષ્યના આ ભવમાં પણ મુનિ થયા છે. અવધિજ્ઞાન થયું અને એના યોગે આ ભવમાં બ્રહ્મદત્તની અવનત દશા જોઈ તેને પ્રતિબોધ ક૨વા આવ્યા. બ્રહ્મદત્તે તેમનો ઉપદેશ સાંભ્યો. મુનિને જોઈ પૂર્વભવના યોગે પ્રેમ પણ થયો. આનંદ પામ્યો. મુનિની એક એક વાત જચી અને કહ્યું કે ‘આપના પર પ્રેમ આવે છે, આપની બધી વાત જચે છે પણ મને
આ સંસાર છોડવાની જરા પણ ઇચ્છા થતી જ નથી.' ઊલટો મુનિને તે કહે છે કે-આપ આ વેષ છોડી મારી પાસે આવી જાઓ-મારી પાસે આટલી સામગ્રી છતાં આપને આવો ત્યાગ શા માટે કરવો જોઈએ ? આટલું કાયકષ્ટ શા માટે સહન કરો છો ?’ આમ ઊલટો મુનિને એ દેશના દેવા બેઠો. મુનિએ એને બહુ બહુ સમજાવ્યો. મુનિની દરેક વાત એણે કબૂલ કરી પણ કહ્યું કે-આ બધું છોડાય તો નહિ.’ આ નિયાણાનો જ પ્રભાવ હતો.
નિયાણું એટલે શું ?
ધર્મના ફળ તરીકે દુનિયાની સાહ્યબી માગવી, એનું નામ નિયાણું. ધર્મનો પ્રભાવ એવો છે કે એનાથી સાહ્યબી મળે જરૂ૨ પણ એ નિયાણું, ભવિષ્ય તથા ભૂતકાળની દૃષ્ટિએ ભુલાવે. પાપાનુબંધી પુણ્ય આ કામ કરે. ભૂતકાળને સાંભળે ખરા, વિચારે પણ ખરા, દષ્ટાંતો માને, પણ સંસાર છોડવાની વાતમાં જરાયે તૈયા૨ ન થાય. પાપાનુબંધી-પુણ્યના યોગે મળેલી લક્ષ્મી એને સંસારમાંથી ખસવા જ ન દે-અરે, મળેલી ચીજ એને ધક્કો મારે તોયે ન ખસે.
સભા : કર્મ નિકાચિત હોય તો ?
-પ્રયત્ન છતાં ન છોડી શકાય ત્યારે નિકાચિત મનાય કે પ્રયત્ન વિના જ ? આંખો મીંચી પથારીમાં પડ્યા રહો તો ચાલે ? ઊભા થાઓ છતાં આંખો મીંચાઈ જાય તો તીવ્ર દર્શનાવરણીયનો ઉદય મનાય. પાપનુબંધી પુણ્યના ઉદયે મળેલી સાહ્યબી એવી છે કે આત્મા એમાં જ રગદોળાય. એ ભૂતકાળ સાંભળે જરૂ૨, એ વાતો એને રૂચે પણ ખરી, સાચી વાતને એ સાચી ન માને એમ પણ નહિ, ‘વિષયાસક્તિ ન તજવાથી અમુક જીવો મહાદુ:ખી થયા' એવી વાત સાંભળે