________________
૨૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વાત કરી હતી ? ત્યાં જઈને આગમની વફાદારી પ્રગટ કરવી અને તેનો સ્વીકાર કરાવવાનો. એ લોકો ન માને તો “તમે-અમે” એક નથી, એમ જાહેર કરવું. આ આપણી વાત હતી. વાત કરનારાએ બહાર વાત ફેલાવી કે મહારાજે કહ્યું કે-“માથાં ફૂટે એની પરવા નહિ પણ જાઓ, ટિકિટના રૂપિયા મળી રહેશે.
ત્યાં લગન છે પછી અચકાઓ છો શા માટે ?” ઠંડા કલેજાની, શાંતિપૂર્વક ફરજ સમજાવવાની આપણી વાતને આવી વિકૃત રીતે જાહેર કરે ત્યાં થાય શું?
હું એક પણ વાત છોડું નહિ. આડીઅવળી બધી વાતો રોજ ચર્ચ પણ તે કેવા સ્વરૂપમાં અને કેટલી મર્યાદામાં રજૂ કરવી એ મારી મુખત્યારી છે. આગમ સામેનાં વિદ્ગો ટાળવાનો મારો પ્રયત્ન હોય જ. હું જેનો મુનીમ એ માલિકનું કામ કરવાનું જ. જેના સિદ્ધાંત ફેલાવવા માગું એની વચ્ચે આવતી આડખીલીઓને ખોદીને ઉખેડવાનો પ્રયત્ન કરું જ. હજારોનો વિરોધ વહોરીને, લાખ ગાળસહીને પણ એ ફરજ બજાવું જ. કહેનારા મને કહે છે કે-મહારાજ!બહુ ઠીક નથી, કદી મુશ્કેલીમાં આવી પડશો.” તેમને પણ મારે કહેવું છે કે-એ માટે તો જમ્યા છીએ. જેની પાછળ મન-વચન-કાયા સમર્ણા ત્યાં એ ભય હોય ? જેની આજ્ઞામાં કલ્યાણ માન્યું, જેના સિદ્ધાંતની સેવામાં, પ્રચારમાં આત્મકલ્યાણ માન્યું ત્યાં કોઈ જાતનો ભય રાખવાનો હોય ? સર્વ પાપથી આત્માને વોસિરાવ્યો, શુદ્ધ બનેલા આત્માને જ્યાં સર્વથા સમર્યો ત્યાં ભય હોય ? જ્યાં આત્મા સમર્પો, જ્યાં મન-વચન-કાયાના યોગો સમર્યા એની સેવામાં વિઘ્ન વખતે પાછો હઠે એનિમકહરામ છે. આ વીસમી સદીમાં એવી નિમકહરામી કરવી અમને પાલવતી નથી. આજે નિમકહરામી કરનારાનો તોટો નથી. એમાં હવે અમારે વધારો કરવો નથી.
ભગવાન શ્રી મહાવીરદેવના નામે ફરવું, એમના નામે માનપાન લેવાં, એમના જ નામે ભક્તિ અને ખ્યાતિ પામવી અને એમના જ આગમો પર પગ મૂકવો એવી હીનતા તો દુર્ગતિગામી અને બહુસંસારી આત્મા સિવાય બીજાને સૂઝે નહિ. - સાધુ ભગવાન શ્રી મહાવીરદેવના, વેષ ભગવાન્ શ્રી મહાવીરદેવનો અને વર્તન મતિકલ્પના મુજબનું, એ કેમ ચાલે ?
મુનિમ શેઠનો, પણ ગાદી પર બેસી પોતાની મરજી મુજબ વર્તે, એ ક્યાં સુધી નભે ?
મોટો અમલદાર પણ કાનૂનની રૂએ જ વર્તે. પોતાના ઘરનું કામ સરકારી નોકરને બતાવી ન શકે. કદી બતાવે તો ચાલ્યું ત્યાં સુધી ઠીક પણ પેલો ફરિયાદ કરે તો અમલદાર દંડાય. બધા સરખા ભેગા થયા હોય ને છટકી જાય એ વાત જુદી.