________________
–– ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55 – ૨૦૯ એટલે અમે કોના ? ભગવાન શ્રી મહાવીરદેવના ને ? તમને શંકા પડે તો પૂછજો ! વારંવાર પૂછજો ! પૂછીને અમને જાગતા રાખો ! “અમે તમારા' એમ કદી અમારાથી ન કહેવાય. અમે તમારા ખરા, પણ શું ? ગુરુ. તમારા ચેલા નહિ. ચેલા કોના ? ચેલા તો અમારા ગુરુના, આગમના અને ભગવાનના. એ કહે તેમ અમારે કરવાનું, તમે કહો તેમ નહિ-એ સમજી રાખો ! ઊલટું અમે કહીએ તેમ કરવાની તમારી ફરજ. તમને તમારી ફરજ બજાવવા અમારી ગુરુતાની પરીક્ષા કરવાની છૂટ છે.
સભા: ‘ત્યાં પાછો દષ્ટિરાગ આડે આવે ને ?”
શાસ્ત્ર કહે છે કે દૃષ્ટિરાગી તો મરવા જ જન્મ્યા છે. કેવળ નામથી સત્યમાર્ગના રાગી જીવી ન શકે. કોઈ કહે કે કન્યાદાનમાં પુણ્ય છે એવું અમુક ગ્રંથમાં લખ્યું છે, તો કહેવું પડે કે એ લખનાર કોઈ અજ્ઞાન હશે ! એ કહે કે “બહુ મોટું નામ છે.' તો કહું કે “એ બનાવટી !” એ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીનું નામ આપે તો કહી દઉં કે-એ એવું લખે જ નહિ. “કેમ ?” તો કહું કે પાક્કી ખાતરી છે માટે. વેપારીમાં પણ અમુકની ખાતરી કે એની રૂખ ખોટી ભાગ્યે જ પડે.
જૈન સાધુની ખ્યાતિ શી ? એ બોલે શું ? એ ઉપદેશ શાનો આપે ? આ બધાનો જવાબ આપતાં તમે મૂંઝાઓ તો તમે જૈન નથી. કહો કે ખાતરી જ છે કે-જૈન સાધુ સંસારને અસાર જ કહે, ખોટો જ કહે.
સભાઃ ખોયે કહે કે ખોટો છે જ.
સંસાર સારો છે જ નહિ માટે સારો કહે જ નહિ, ખોટો જ છે માટે ખોટો જ કહે. શ્રી જિનેશ્વરદેવોએ જે છે તે જ કેહ્યું છે, નથી કે નથી કહ્યું. અનાદિને અનાદિ કહ્યું, અનંતને અનંત કહ્યું, યોગ્યને યોગ્ય કહ્યું અને અયોગ્યને અયોગ્ય કહ્યું, ભવ્યોને મોક્ષ માટે યોગ્ય કહ્યા, અભવ્યોને મોક્ષ માટે અયોગ્ય કહ્યા, અભવ્યને મુક્તિ ન જ મળે એમ કહ્યું. જાતિભવ્યને તેવા કહ્યા-આજ્ઞા આરાધે તે જ મુક્તિએ જાય, વિરાધે તે ભટકે; આજ્ઞા પણ પૂરી પળાય ત્યારે જ મુક્તિએ જવાય, અધૂરી રહે તો મુક્તિ ન જ મળે; આ બધું કહ્યું. આ શાસનમાં એક પણ વાત અનિશ્ચિત છે જ નહિ. ગુરુ કે ગોર?
સમ્યક્ત પામેલા માટે અર્ધ પુદ્ગલ પરાવર્તનનો જ કાળ કહ્યો, વધારે નહિ. દેશવિરતિ તે જ કે જે સર્વવિરતિની લાલસાવાળો હોય. સમ્યગ્દષ્ટિ તે જ કે જે સંસારને ખોટો માને, કુટુંબાદિને બંધન માને, લક્ષ્મીને નાશવંત માને.