________________
735
- ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૬૫
શ્રી જિનમૂર્તિ માટે જેનની ભાવના :
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ માટે જૈનોને કેવા ભાવ હોય ? ગમે તેવો જૈન પણ મોટે ભાગે વર્ષમાં એક વાર તો તીર્થે જાય જ. શ્રી સિદ્ધગિરિ કે શ્રી સમેતશિખરજી. ન જવાય તો મુંબઈમાં રહેનારો છેવટ અગાશી તીર્થે પણ જાય. ભલે થોડો શ્રમ પડે, થોડું ચાલવું પડે, બે પૈસાનો ખર્ચ પણ કરવો પડે તો પણ જૈન તીર્થયાત્રાએ જાય, કારણ કે એ માને છે કે એથી પોતાનો આત્મા પવિત્ર બને છે. જ્યારે આજના ભણેલા કહેવાતાઓ જુદી હવા ફેલાવે છે. એ કહે છે કે ભલે પાડોશમાં મંદિર હોય, પણ અમારે ફુરસદ હોય તો જઈએ. ન જઈએ તો પણ શું ? એટલા માત્રથી જૈન થોડા મટી ગયા ? પથ્થરની મૂર્તિને ભગવાન માની બે-પાંચ ચાંલ્લા કરી આવો તો ભલે કરો પણ તેની પાછળ સોના-ચાંદીહીરાના દાગીનાના આ બધા ઠઠારા.શા ?' આપણે એમને કહેવું છે કે-તમારે ભક્તિ ન કરવી હોય તો ન કરો પણ કરનારને કરવા દો તો સારું-મંદિરો તમને ન પાલવતાં હોય તો તમે મંદિરે ન આવો પણ એની અવગણના ન કરો તો સારું. ‘અમને નથી મળતું અને ભગવાનની ભક્તિમાં આટલું બધું કેમ ?' એવી ઈર્ષ્યા ન કરો. એ તારકે ત્રણ લોકનું પુણ્ય એકત્રિત કર્યું છે માટે આ રીતે પૂજાય છે. પૂજા કરનારાઓની ઉદારતાથી એ નથી પૂજાતા પણ પોતાના પુણ્યબળે જ પૂજાય છે. લાખો રૂપિયાના અલંકાર પોતે પહેરી શકે તેમ હોવા છતાં પોતે એ નહીં પહેરતાં ભગવાનના અંગે ચડાવવા શ્રીમંતો દોડાદોડ કરતા હોય તો તેમાં પણ પ્રભાવ પરમાત્માના અપ્રતિમ પુણ્યબળનો જ છે. તો.. સમજો કે અધ:પાત નિર્માઈ ચૂક્યો છે?
આજે શહેરોમાં એવી દશા થઈ ગઈ છે કે કોઈ અતિથિ નજરે ચડે તો જોયો ન જોયો કરી મોઢું ફેરવી ચાલવા માંડે-૨ખે સામે મળી જાય તો ક્યારે આવ્યા છો ? અને ક્યારે જવાના છો ?' એમ પૂછે. અમે કહીએ છીએ કે આ તો ગૃહસ્થાઈનો ભંગ છે. ગૃહસ્થ તે જ કહેવાય કે જે અતિથિ મળતાં જ તેના ખબરઅંતર પૂછે. “ઘણે દિવસે આવ્યા, પધારો, મારે ત્યાં આવ્યા સિવાય જવાશે નહિ,” એમ કહી બાવડું પકડે. ખબર પડે કે લોજમાં ઊતર્યા છે તો કહે કે-“આ શું ? અમારી આબરૂ લેવી છે ?” એમ કહી જાતે સામાન ઉપાડી ઘરે લઈ જાય. અતિથિ પ્રત્યેની આ ભાવના આજે શહેરોમાંથી નષ્ટ થઈ ગઈ. એનું પરિણામ એ આવ્યું કે જે અભાવ અતિથિ પ્રત્યે આવ્યો તે હવે સાધુ પ્રત્યે પણ થવા માંડ્યો. જૈન સમાજના તરીકે ઓળખાનારા અમુક વર્ગે દેવ-ગુરુ માટે આડીઅવળી વાતો કરીને લોકોના હૈયામાંથી દેવ-ગુરુ પ્રત્યેની ભક્તિને