________________
૧૬૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
‘વીતરાગની મૂર્તિ પાછળ આટલા ખર્ચા શા ? બરાસ કે કેસર વિના ન ચાલે ? સોનારૂપાના વરખ લગાડવાથી શું ? માત્ર સુખડના ચાંલ્લા કરો તોયે બસ છે. જમાનો એવો છે કે મંદિરની શોભાનાં, પૂજાનાં, સેવા-ભક્તિનાં સાધનોમાં જેમ બને તેમ ખર્ચા ઓછા કરો. ઓછો કરો એમ નહિ પણ બંધ કરો.’ સંઘના નામે આવા ઠરાવો થવા લાગ્યા છે. આવા ઠરાવથી બહારની દુનિયામાં જૈનોની આબરૂ શી વધશે ? વ્યસનો છોડવાના, તુચ્છ મોજશોખના ખર્ચા વધ્યા છે તેમ સામે ચાંપતા ઇલાજ લેવાના ઠરાવ કરો તો લોકોમાં આબરૂ પણ વધે. લોકો પણ માને કે જૈન સમાજ સદાચારના પંથે આગળ વધ્યો.
734
વર્તમાનમાં આધાર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમ :
ભગવાનની મૂર્તિ અને આગમો વડે તો શ્રી જૈનશાસન જીવતું છે. આ બે કેવાં છે ? મરૂદેશમાં સુરતરુની લૂંબ જેવાં અને ભરદરિયે પ્રર્વહણ જેવાં છે, એમ જ્ઞાનીઓ કહે છે-આમ છતાં તમારા પૈસાથી જ ભણીગણીને તૈયાર થયેલાઓ આ બેની રક્ષા કરનારને અંધશ્રદ્ધાળુ અને ઘેલા ભક્તો કહે છે. તમારા પૈસાથી જ ભણેલાઓ તમને તદ્દન સમજ વિનાના તરીકે ચીતરે છે. જેમને એ અંધશ્રદ્ધાળુ કહે છે એમના જ રોટલે એ જીવી રહ્યા છે, છતાં એ બધા બુદ્ધિનિધાનો ! શ્રી જિનમૂર્તિ તથા શ્રી જિનાગમની રક્ષા કરનારા બધા અંધશ્રદ્ધાળુ ! કેવી નવાઈની વાત ? જૈન સમાજમાં આવું ચાલ્યા કરે તો પરિણામ શું આવે ? જો કે આવી વાતોથી .સત્ય કદી આચ્છાદિત થવાનું નથી પણ ભદ્રિક લોકો કેટલા ભુલાવામાં પડે ?
સમ્યગ્દષ્ટિની પરિણામધારા :
સમ્યગ્દર્શન ધરાવનારાની પરિણામધારા કેવી હોય ? કેવી વિચારધારાવાળા પ્રભુના સંઘમાં ગણાય ? તમે જૈન ગણાઓ છો તે કોના બળે ? શરીરના બળે ? લક્ષ્મીના બળે ? જરઝવેરાતના બળે ? એવું હોય તો પશ્ચિમના દેશોમાં લક્ષ્મી ઘણી છે. શું એ બધા જૈન કહેવાય ? જૈનત્વ તો વિરાગના બળે આવે. સાચા જૈનની પ્રત્યક પ્રવૃત્તિમાં વિરાગ ઝળહળતો હોય. જૈનજાતિમાં જન્મવા માત્રથી સાચા જૈન બની ગયા એમ ન કહેવાય. જૈન બનવા માટે તો જૈનત્વને છાજે તેવા વિચારોના પૂજારી બનવું જોઈએ. જૈનકુળમાં જન્મેલો કદાચ શ્રી જિનેશ્વરદેવની બધી આજ્ઞાઓનો અમલ ન પણ કરી શકે પરંતુ એના વિચારો તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતા જ હોય ને ? જેને આપણે તા૨ક માનીએ, જેને આપણે આધારરૂપ માનીએ, તેમની સાથે જેમને રહેવું ન ફાવે તેવાની સાથે આપણને રહેવું કેમ ફાવે ? જરા પણ ન ફાવે.